રિયા ચક્રવર્તી કોઈ માસૂમ નહીં પરંતુ ખુબ જ ચાલાક યુવતી છે
રિયા વિશે એનસીબીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
મુંબઈ: રિયા ચક્રવર્તી કોઈ માસૂમ નહીં પરંતુ ખુબ જ ચાલાક યુવતી છે. તે સુશાંત સિંહ રાજપૂત ને ડ્રગ્સના જાળમાં બરાબર ફસાવવા માટે જ તેની પાસે ગઈ હતી. એનસીબીએ કોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સુશાંત મોત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોર્ટમાં જાણકારી આપી છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તી ડ્રગ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર હતી. જેમાં હાઈ સોસાયટીના અનેક જાણીતા લોકો અને ડ્રગ્સ સપ્લાયર્સ સામેલ રહ્યા છે.
રિયા ચક્રવર્તી પૂરેપૂરી ભાનમાં અને પ્લાનિંગથી ડ્રગ્સનો ધંધો કરતી હતી. એનસીબીએ કહ્યું કે ડ્રગ્સના સેવન કરવાના કેસમાં રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને પ્રોત્સાહિત કરવાની આરોપી છે.
રિયાએ જ સુશાંતને ડ્રગ્સની લત લગાવી હતી. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના જણાવ્યાં મુજબ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સંપૂર્ણ પરિદ્રશ્યને જોતા એવું સામે આવે છે કે રિયા ચક્રવર્તી એ વાતથી સંપૂર્ણપણે માહિતગાર હતી કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સનું સેવન કરે છે અને આ દરમિયાન તેણે માત્ર પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં પરંતુ તેમનાથી પૂરેપૂરી રીતે આ વાત છૂપાવી રાખી હતી.”
સુશાંતના મોત કેસમાં રિયાની ભૂમિકા અંગે અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો છે. એનસીબીએ રિયા ચક્રવર્તીને અપરાધી ગણતા તેની જામીન અરજીનો પ્રખર વિરોધ કર્યો અને કહ્યું કે તેના વિરુદ્ધ અનેક એવા પુરાવા મળ્યા છે કે જેનાથી જાણવા મળે છે કે તે ડ્રગ ટ્રાફિકિંગમા સામેલ રહી છે. એનસીબીએ સ્પષ્ટ કર્યું કે એક અપરાધિક ષડયંત્ર હેઠળ રિયાએ ડ્રગ્સની લેવડદેવડ માટે અનેક લોકોનું સમર્થન કર્યું, તેમને આમ કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને પૈસા થકી પણ તેમની મદદ કરી.