રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓ ઉપર પોલીસની બાજ નજર
અમદાવાદ અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રિવરફ્રન્ટમાં પ્રેમી પંખીડાઓની સંખ્યામાં કોરોના વાયરસના કારણે ઘટાડો જાવા મળી રહ્યો છે. જા કે, હજી પણ રિવરફ્રન્ટની ઘણી એવી જગ્યા પર પ્રેમી પંખીડાઓ પોતાના રોમાન્સની પણો માણતા જાવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રેમી પંખીડાઓ પર વોંચ રાખવા માટે આખા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
અમદાવાદ શહેરમાં પરિવાર સહિત પ્રેમી-પંખીડાઓ રિવરફ્રન્ટ પર પોતાની અંગત પણો માળવા માટે આવતા હોય છે. કોરોના વાયરસના કારણે હાલ તમામ જગ્યા સુમસામ જાવા મળી રહી છે અને પોલીસ દ્વાર સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરતું આ રિવરફ્રન્ટના ઘણા એવા વિસ્તારોમાં કોરોના વાયરસના ખોફ વિના હજી પણ ઘણા એવા પ્રેમી પંખીડાઓ બપોરના સમયે જાવા મળી રહ્યા છે.