Western Times News

Gujarati News

આર્થિક સંકડામણમાં યુવકે ગળે ફાંસો ખાધો

Files photo

નરોડા અને સાબરમતીમાં પણ બે યુવકોનો આપઘાત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ ધંધા રોજગાર પુનઃ ધબકતા થયા છે પરંતુ લોકડાઉન બાદ હજુ પણ શ્રમિકોના અભાવે કેટલાક ઉદ્યોગો પર મંદીનો માર જાવા મળી રહયો છે આ ઉપરાંત કેટલાક શ્રમિકોને હજુ પણ રોજી રોટી મળી રહી નથી આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત ખૂબ જ કફોડી બનવા લાગી છે પરિણામે કેટલાક નાગરિકો અંતિમ પગલુ પણ ભરવા લાગ્યા છે.

શહેરના રામોલ વિસ્તારમાં એક યુવકે આર્થિક સંકડામણમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે. આ અંગે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં કોરોના વાયરસના પગલે નાગરિકોના બચાવમાં કેન્દ્ર સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા જેમાં મુખ્ય લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી લોકડાઉનના પગલે તમામ ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતા અને પરપ્રાંતિય શ્રમિકોએ હિજરત કરી હતી

લોકડાઉન દરમિયાન શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડતા વિકાસશીલ ગણાતા ગુજરાત, મહારાષ્ટ્ર, સહિતના રાજયોમાં અનેક ઉદ્યોગો પર તેની અસર હજુ પણ જાવા મળી રહી છે.  લોકડાઉનના પગલે દેશના અર્થતંત્ર ઉપર પણ ઘેરી અસર થઈ હતી અર્થતંત્રને મજબુત બનાવવા માટે મહત્વપૂર્ણ છુટછાટો આપવામાં આવી છે પરંતુ હજુ પણ સંખ્યાબંધ પરિવારોની હાલત કફોડી જાવા મળી રહી છે અનેક પરિવારો આર્થિક સંકડામણનો ભોગ બનવા લાગ્યા છે આ Âસ્થતિમાં ઘરના મોભીની હાલત ખૂબ જ ચિંતાજનક બનવા લાગી છે.

શહેરના વસ્ત્રાલ રોડ પર ધનજય પાર્ક સોસાયટીમાં રહેતા જનકભાઈ ઈશ્વરભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકડામણ અનુભવતા હતા  જેના પરિણામે તેઓ માનસિક રીતે વ્યથિત રહેતા હતા આખરે ગઈકાલે તેમણે મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનાથી પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ જનકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આત્મહત્યાની બીજી ઘટના નરોડા વિસ્તારમાં બની છે જેમાં સર્વોપરી ફલોરામાં રહેતા હાર્દિક ફળદુ નામના યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે જયારે સાબરમતી વિસ્તારમાં રહેતા હરેશભાઈ દંતાણીએ પણ પોતાના શરીર પર ડીઝલ છાંટી દીવાસળી ચાંપી દેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં  સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું સાબરમતી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.