Western Times News

Gujarati News

સ્વિસ બેન્કોથી ભારતીયોનો મોહભંગ !

મુંબઈ: સ્વિસ બેન્કો અને તેની ભારતીય બ્રાન્ચોમાં ભારતીય લોકો અને કંપનીઓ તરફથી જમા રકમમાં ૬ ટકાનો ઘટાડો આવ્યો છે. ૨૦૧૯માં ભારતમાંથી ૬,૬૨૫ કરોડ રૂપિયા સ્વિસ બેન્કોમાં મોકલવામાં આવ્યા છે. ગુરૂવારે આ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે, સ્વિત્ઝરલેન્ડની કરન્સી પ્રમાણે આ રકમ ૮૯.૯ મિલિયન સ્વિસ ફ્રેન્ક રહી છે. ૨૦૧૯ સુધીમાં સ્વિત્ઝરલેન્ડમાં કુલ ૨૪૬ બેન્ક હતી.

સ્વિસ બેન્કોમાં ભારતમાંથી જમા થનારી કુલ રકમમાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે. જ્યારથી સ્વિસ નેશનલ બેન્કએ આંકડાઓને કંપાઈલ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી છેલ્લા ૩ દાયકામાં આ ત્રીજી વખત સૌથી નીચલા સ્તર પર છે. ૨૦૧૯ના અંતમાં ભારતીયો તરફથી મળેલી કુલ ૮૯૯.૪૬ મિલિયનની રકમમાં ૫૫૦ મિલિયન (૪ હજાર કરોડ રૂપિયાથી વધુ) કસ્ટમર ડિપોઝિટ હતી.

૮૮ મિલિયન (અંદાજે ૬૫૦ કરોડ રૂપિયા) બેન્કોના માધ્યમથી મળ્યા હતા. ટ્રસ્ટના માધ્યમથી ૭.૪ મિલિયન (૫૦ કરોડ રૂપિયા) મોકલવામાં આવ્યા છે. સિક્યોરિટી અને અલગ-અલગ નાણાંકિય સાધનોથી ૨૫૪ મિલિયન ડાલર (અંદાજે ૧૯૦૦ કરોડ રૂપિયા) બેન્કને મળ્યા હતા.

જા કે સ્વિત્ઝરલેન્ડમાં ભારતીયો દ્વારા કેટલું કાળુ નાણું છુપાવવામાં આવ્યું છે ? તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ આંકડાઓમાં ત્રીજા દેશની સંસ્થાઓના નામથી સ્વિસ બેન્કોમાં ભારતીયો, કે અન્ય લોકો પાસે જે રૂપિયા હોય છે, તે પણ સામેલ નથી.

આંકડા અનુસાર, સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અને કંપનીઓની જમા રકમમાં પણ ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને બ્રિટનથી જમા થનારા ધનમાં વૃદ્ધિ થઈ છે.

જીદ્ગમ્ પાસે ૧૯૮૭થી ઉપલબ્ધ આંકડા પ્રમાણે, સ્વિસ બેન્કોમાં ભારતીયોની સૌથી ઓછી રકમ ૧૯૯૫માં જાવા મળી હતી. જે ૭૨.૩ કરોડ સ્વિસ ફ્રેન્ક હતી. જે બાદ ૨૦૧૬માં તે ૬૭.૬ કરોડ સ્વિસ ફ્રેન્ક રહી. જ્યારે ૨૦૦૬માં તે સૌથી વધુ ૬.૫ અરબ સ્વિસ ફ્રેન્ક પર પહોંચી ગઈ. જે બાદ સતત ૫ વર્ષ તેમાં ઘટાડો આવ્યો છે.

આ આંકડા અનુસાર, ગત વર્ષે સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અને કંપનીઓની
જમા રકમ પણ ઘટી છે. જ્યારે અમેરિકા અને બ્રિટનના લાકોની સ્વિસ બેન્કોમાં રકમ વધી છે. જણાવી દઈએ કે, સ્વિત્ઝરલેન્ડ અને ભારત વચ્ચે ટેક્સ મામલે સૂચનાઓની આપ-લે ૨૦૧૮થી લાગૂ છે. ૨૦૧૮ બાદ સ્વિસ બેન્કોમાં ખાતા ધરાવનારા તમામ ભારતીયો વિશેની જાણકારી સપ્ટેમ્બર ૨૦૧૯માં ટેક્સ અધિકારીઓને પ્રથમ વખત આપવામાં આવી હતી.

જેનું પાલન દર વર્ષે કરવામાં આવે છે. સ્વિસ અધિકારીઓ હંમેશા એવું કહેતા આવ્યા છે કે, સ્વિત્ઝરલેન્ડમાં ભારતીયોના જમા રૂપિયાને “બ્લેક મની” નહીં માની શકાય. સ્વિત્ઝરલેન્ડ ટેક્સ ચોરી, નાણાંકીય કૌભાંડ વિરુદ્ધ ભારતનું સમર્થન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.