Western Times News

Gujarati News

રેમડેસીવિરના નામે ઠગાઈ કરતા શખ્સની અટક

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા મેનેજર પાસેથી રેમડેસીવિર ઇન્જેક્શનના નામે રૂપિયા ૮૫૦૦ પડાવી લેનાર ઓઢવનાશખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

વેજલપુર માં રહેતા માનીની શાહ નામની મહિલાના સગાને કોરોના થતાં રેમડેસીવિર ઇન્જેક્શન આપવાની જરૂર ઊભી થતાં તેમણેઓનલાઇન મળેલા એક નંબર પર સાગર દશરથભાઈ પ્રજાપતિ (રહે. રતનમાલા સોસાયટી, ઓઢવ) નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેણે છ ઇન્જેક્શન માટે ૧૭૦૦૦ હઝાર રૂપિયા માંગ્યા હતા અને ૮૫૦૦ રૂપિયા એડવાન્સ આપવા કહ્યું હતું.

પરંતુ એડવાન્સ લીધા બાદતેણે જવાબ આપવાનું બંધ કરી દેતાં માનિની શાહે ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એવાય બલોચની ટીમેતપાસ કરીને સાગરને ઝડપી લીધો હતો. એણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.