Western Times News

Gujarati News

ભરૂચના અરગામા ગામનાં વતની માતા, પુત્રી અને પુત્ર ઇંગ્લેન્ડની ચૂંટણીમાં વિજેતા બન્યા

ભરૂચ: વાગરા તાલુકાના અરગામા ગામના વતની અને રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ.અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની પ્રપૌત્રી હસીના ખાન પણ લેબર પાર્ટીમાં પાયાની કાર્યકર તરીકે જાેડાઈ હતી. ચોર્લી નોર્થના કાઉન્સિલર તરીકે રાજકીય પદાર્પણ કર્યું હતું, જેમાં તેણે વર્ષ ૨૦૦૬માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી અને ૨૦૧૯માં મેયર તરીકે સેવા આપી હતી.

બંનેય બાળકોએ તેમની માતાથી પ્રેરણા લઈને હાલમાં જ યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ઝપલાવ્યું હતું, જેમાં પુત્રી ઝારા તેની ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટણી માટે ચૂંટાઈ આવી હતી અને હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી, જયારે તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હતો, જેથી એક જ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી વિજેતા થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

ડેમોક્રેટિક પાર્ટીની જીતથી અમેરિકામાં હવે જાે બાઈડન રાષ્ટ્રપતિ અને કમાલ હેરિસ ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં છે. આપણા માટે કમલા હેરિસનું નામ એટલા માટે જરૂરી થઈ જાય છે, કેમ કે તેઓ ભારતવંશી છે. આ ચૂંટણી જીત્યા બાદ તેમણે એક નહીં, પરંતુ ૩ નવા રેકોર્ડ પોતાના નામે
કર્યા છે. કમલા હેરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં. આ પદ ગ્રહણ કરનારા તેઓ પહેલાં સાઉથ એશિયન અને અશ્વેત છે.

૧૯૬૪માં હેરિસનો જન્મ ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તેમનાં માતા ભારતીય અને પિતા જમૈકાના રહેવાસી હતા. માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ હતા. ડોનાલ્ડ હેરિસ બ્રેસ્ટ કેન્સરના વૈજ્ઞાનિક હતા. મળતી માહિતી મુજબ, કમલા હેરિસનાં માતા કેન્સરનો ઈલાજ કરાવવા માટે અમેરિકા પહોંચ્યાં હતાં. ત્યાં જ તેમની મુલાકાત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.