Western Times News

Gujarati News

લખનઉમાં કમલેશ તિવારીની હત્યામાં સુરતમાંથી છ ઝડપાયા

ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાંચની મહત્ત્વપૂર્ણ કામગીરીઃ યુપીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે ગુજરાત આવશેઃ પકડાયેલાં આરોપીઓની અજ્ઞાતસ્થળે પૂછપરછ

 

અમદાવાદ: ઉત્તર પ્રદેશના લખનઉમાં હિન્દુ મહાસભાનાં અગ્રણી કમલેશ તિવારીની કરપીણ હત્યા કરાયા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે કમલેશ તિવારીના હત્યાના તાર ગુજરાત સાથે જાડાયેલાં છે. ઘટના સ્થળ ઉપરથી મળી આવેલાં મિઠાઈના બોક્સનાં આધારે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમોએ ગઈકાલે તાત્કાલિક તપાસ શરૂ કરી ૮ જેટલાં શકમંદોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.

. જેમાંથી બે લોકોને મુક્ત કરવામાં આવ્યાં હતા જ્યારે છ લોકોની અજ્ઞાત સ્થળે પૂછપરછ ચાલી રહી છે. બીજી બાજુ કમલેશ તિવારીની હત્યા માટે ઈનામ જાહેર કરનાર મૌલાનાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં ગુજરાત એટીએસ અને યુપી પોલીસ એકબીજાના સંપર્કમાં છે અને સમગ્ર કાર્યવાહી ઉપર એનઆઈએના અધિકારીઓ નજર નાંખી રહ્યાં છે.

સ્થળ ઉપરથી મળેલું સુરતનાં ફરસાણ માર્ટનું બોક્સ મહત્ત્વની કડી બન્યું

નવી દિલ્હી : લખનઉમાં હિંદુ મહાસભાના અગ્રણી કમલેશ તિવારીની હત્યા કરાતાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આરોપીઓને ઝડપી લેવા માટે ત્વરીત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળ ઉપરથી પોલીસે દેશી તમંચો કબ્જે કર્યાે હતો. આ ઉપરાંત એક મીઠાઈનું બોક્સ પણ મળી આવ્યું હતું. આ બોક્સમાં આરોપીઓ હત્યારો સંતાડીને લાવ્યા હતાં. આ બોક્સ સુરતની ધરતી ફરસાણનો હોવાથી તાત્કાલિક યુપી પોલીસે ગુજરાત એટીએસનો સંપર્ક સાધ્યો હતો અને આ અંગેની માહિતી આપતાં ગુજરાત એટીએસનાં અધિકારીઓએ સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સાથે રાખી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીની મિનિટોમાં જ સીસીટીવી ફુટેજ મેળવી આરોપીઓની ધરપકડનો દોર શરૂ કરી દીધો હતો. આમ સ્થળ ઉપરથી મળી આવેલ મીઠાઈનું પેકેટ મહત્ત્વપૂર્ણ  સાબિત થયું છે.

આ અંગેની વિગત એવી છે કે, ઉત્તર પ્રદેશના લખનઉમાં ગઈકાલે હિંદુ મહાસભાની ઓફિસમાં બેઠેલાં અગ્રણી કમલેશ તિવારીને મળવાં માટે બે શખ્સો આવ્યાં હતાં. એમની સાથે ચા પીતા હતા તે દરમિયાન અચાનક જ મીઠાઈનાં ડબ્બામાં સંતાડેલો તમંચો તથા તિક્ષ્ણ હથિયારો કાઢી બંને શખ્સોએ હુમલો કર્યાે હતો અને કમલેશ તિવારીની ક્રુરતાપૂર્વક હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં.

હિંદુવાદી કમલેશ તિવારી ખૂબ જ ચર્ચામાં રહેતાં હતાં અને તેમનાં ઉપર સતત હુમલાનો ભય રહેતો હતો. તેમના નિવેદનોનાં કારણે ૨૦૧૫ના વર્ષમાં મૌલાનાએ કમલેશ તિવારીની હત્યા માટે રૂ.૫૧ લાખનું ઈનામ જાહેર કર્યું હતું.
ત્યારબાદ ગઈકાલે તેમની હત્યા કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા અને તેમાં બે શખ્સો જાવા મળ્યાં હતા. આ ઉપરાંત ઘટના સ્થળેથી સુરતની ધરતી ફરસાણની દુકાનનો ધારીનો ડબ્બો મળી આવ્યો હતો અને તમંચો પણ કબ્જે કર્યાે હતો. ઉત્તર પ્રદેશની પોલીસે તાત્કાલિક ગુજરાત એટીએસનો સંપર્ક સાધ્યો હતો. અને તેનાં આધારે એટીએસના અધિકારીઓ સુરત ક્રાઈમ બ્રાંચ અને સુરત પોલીસની મદદથી તપાસ શરૂ કરી હતી. ગઈકાલે મોડી રાત સુધી સુરતમાં તપાસનો ધમધમાટ ચાલ્યો હતો.

એટીએસ તથા સ્થાનિક પોલીસ અધિકારીઓની એક ટીમે ધરતી ફરસાણની દુકાનમાં પહોંચી જઈ ૧૬મી તારીખનાં સીસીટીવી ફુટેજ મેળવ્યા હતાં અને સીસીટીવી ફુટેજમાં બે શંકાસ્પદ શખ્સો ધારી ખરીદતાં જાવા મળ્યાં હતાં જેનાં આધારે અત્યંત ખાનગીરાહે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં જ સુરતમાંથી ૮ જેટલાં શકમંદોની અટકાયત કરાઈ હતી. જેમાં ધારી ખરીદતાં બે શખ્સોનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓની સંયુક્ત ટીમોએ અટકાયતમાં લેવાયેલાં આઠેય શખ્સોની પૂછપરછ શરૂ કરતાં બે શખ્સોની સંડોવણી નહીં હોવાનું જણાતાં તેઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારે બાકીના છ એ શખ્સોની પૂછપરછ શરૂ કરાઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં જ અધિકારીઓની ટીમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી અને આ કેસમાં મહ¥વપૂર્ણ સફળતા મળી હતી.

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અસ્ફાક શેખ નામનાં શખ્સે આ સમગ્ર ષડયંત્ર ઘડ્યું હતું. અને તેણે આ માટે કેટલાંક શખ્સોને રોક્યાં હતાં. છેલ્લાં કેટલાંક દિવસોથી કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવતું હતું અને તેમાં આયોજનબદ્ધ રીતે તમામ લોકોને ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યા હતાં. ષડયંત્ર ઘડ્યા મુજબ તા.૧૬મીએ બે શખ્સોની સુરતની ધરતી ફરસાણમાંથી ધારી ખરીદી હતી અને તે ધારીનાં બોક્સમાં બે શખ્સો તમંચો અને તીક્ષ્ણ હથિયારો સંતાડી લખનઉમાં હિંદુ મહાસભાની ઓફિસમાં પ્રવેશ્યા હતાં.

સૌ પ્રથમ આ બંને શખ્સોએ કમલેશ તિવારી સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં સ્થળ ઉપરથી મળી આવેલો મીઠાઈનાં ડબ્બાનાં આધારે તપાસનો રેલો સુરત સુધી લંબાયો હતો અને ગઈકાલે મોડી રાત સુધી સુરતમાં તપાસનો ધમધમાટ ચાલતો હતો.

સૂત્રધાર અસ્ફાક શેખે આ માટે રશીદ પઠાણ, મોહમંદ પઠાણ, મોઈન પઠાણ સહિતનાં શખ્સોને આ કામ માટે રોક્યાં હતાં. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ રશીદ પઠાણ નામનો શખ્સ ખાસ દુબઈથી ગુજરાત આવ્યો હતો અને તેણે સુરતથી પિસ્તોલ ખરીદી  હોવાનું મનાઈ રહ્યું છે.

જાકે હાલમાં આ તમામ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસે સીસીટીવી ફુટેજ મળ્યા બાદ કરેલી મહ¥વપૂર્ણ કામગીરીથી કેસમાં મહત્ત્વપૂરણ  વિગતોનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ પણ સંખ્યાબંધ આરોપીઓની સંડોવણી હોવાનો મનાઈ રહ્યું છે. જેથી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ આ તપાસમાં જાડાઈ છે.

હાલમાં ગુજરાત એટીએસ અને ઉત્તર પ્રદેશની પોલીસ એકબીજાના સંપર્કમાં છે. ઉત્તર પ્રદેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે ગુજરાત આવી પહોંચવાના છે અને ત્યારબાદ સંયુક્ત રીતે પૂછપરછ શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.