Western Times News

Gujarati News

સી.જી.રોડ ઉપર બુકાનીધારી લુંટારૂઓ ત્રાટક્યા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લૂંટારૂનાં આતંકથી નાગરીકો ફફડી રહ્યાં છે. દિવાળીનો તહેવાર નજીક આવતાં જ ગુનેગારો બેફામ બનવાં લાગ્યાં છે. રેકી કરીને વેપારીઓને લૂંટવાની ઘટના ઘટવા લાગી છે. આ પરિસ્પથિતિમાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યાં છે. શહેરમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાડેલાં હોવા છતાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે.

શહેરનાં હાર્દસમાન સી.જી.રોડ ઉપર દિવાળીના તહેવારનાં કારણે ઘરાકી જાવા મળી રહી છે. જેનાં પગલે લૂંટારુઓ અને તસ્કરો પણ સક્રિય બનેલાં છે. આ રોડ ઉપર એક વેપારીને ધોળે દિવસે બુકાનીધારી શખ્સોએ આંતરી તેને માર મારી તેનાં પાસેથી રૂ.૮ લાખથી વધુની કિંમતના સોનાનાં દાગીના ભરેલી ભેગની લૂંટ કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાથી નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાથી પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસ કર્યાં છે. જા કે હજુ સુધી આ અંગે કોઈ નક્કર કડી પોલીસને પ્રાપ્ત થઈ નથી.  આ અંગેની વિગત એવી છે કે, કાલુપુરમાં રહેતાં અને સ્વસ્તિક  ચાર રસ્તા પાસે આવેલાં જ્વેલર્સનાં શો રૂમમાં કામ કરતાં ધર્મેશ લાલજીભાઈ સોની બે દિવસ પહેલાં બપોરનાં સમયે નિત્યક્રમ મુજબ સોનાનાં દાગીના લઈ નીકળ્યા હતાં.

સી.જી.રોડ ઉપર અનેક જ્વેલર્સનાં મોટા શો રૂમ આવેલાં છે. દિવાળી પછી લગ્નની સિઝન હોવાથી અને ભાવ વધવાની દહેશત વચ્ચે અત્યારથી લોકોનું સોનું ખરીદવા લાગ્યાં છે. જેનાં પરીણામે જ્વેલર્સના શો રૂમની બહાર લૂંટારૂઓ રેકી કરતાં હોય છે અને ત્યારબાદ નાગરીકોને લૂંટી લેતાં હોય છે. સ્વસ્તિક સ્વÂસ્તક ચાર રસ્તા પાસે પણ આવો જ એક બનાવ બન્યો હતો.

જેમાં ધર્મેશ સોની કાળા રંગની બેગમાં સોનાના તથા હીરાજડીત દાગીના કાળા રંગના થેલામાં મૂકી સી.જી.રોડ ઉપર આવેલાં સુપર મોલમાં જવા માટે નીકળ્યાં હતાં. કેટલાંક દાગીના રીપેર કરાવવાના હોવાથી તેઓ ત્યાં હાજર હતાં. દાગીના રીપેર થઈ જતાં ધર્મેશભાઈ આ દાગીના પુનઃ બેગમાં ભરી પરત ફરી રહ્યાં હતાં.

ધર્મેશ સોનીનો લુંટારૂઓ પીછો કરતાં હતા. તેઓ પોતાના કોમ્પ્લેક્ષમાં પહોંચ્યા ત્યારે અચાનક જ બાઈક ઉપર બુકાનીધારી બે શખ્સો આવી પહોંચ્યા હતાં અને ધર્મેશભાઈ કશું સમજે તે પહેલાં જ બંને શખ્સોએ તેમનાં પર હુમલો કર્યાે હતો અને માર મારવાં લાગ્યાં હતા અને આ દરમિયાનમાં લુંટારૂઓ તેમનાં હાથમાં રહેલી રૂ.૮ લાખથી વધુની કિંમતના દાગીના ભરેલી બેગ લૂંટીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયાં હતાં.

આ ઘટના બાદ ધર્મેશભાઈ બૂમાબૂમ કરતાં આસપાસનાં લોકો એકત્ર થઈ ગયાં હતાં. કેટલાંક લોકોએ લૂંટારૂઓનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યાે હતો. પરંતુ તેઓ હાથમાં આવ્યા નહોતાં. બીજીબાજુ સમગ્ર ઘટનાની જાણ નવરંગપુરા પોલીસને કરવામાં આવતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.