લાંચ કેસમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ
આરોપીનું કૃત્ય પોલીસની સત્તાના દુરુપયોગનો ‘ક્લાસિક કેસ: હાઈકોર્ટ
હાઇકોર્ટે જામીન અરજી રદ કરતાં આદેશમાં નોંધ્યું છે કે,‘આરોપી જેતે સમયે જૂનાગઢના માણાવદરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હતો
અમદાવાદ, ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનાના કેસમાં જૂનાગઢના સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે એવું અવલોકન કર્યું છે કે આરોપીનું કૃત્ય પોલીસની સત્તાના દુરુપયોગનો ક્લાસિક કેસ છે. હાઇકોર્ટે જામીન અરજી રદ કરતાં આદેશમાં નોંધ્યું છે કે,‘આરોપી જેતે સમયે જૂનાગઢના માણાવદરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હતો. તેણે અને અન્ય સાથીદારોએ મળીને એક કાવતરું ઘડી કાઢ્યું હતું.
જેમાં ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકોના બેંક ખાતા અને એમાં થયેલા બોગસ વ્યવહારોને શોધી કાઢી આવા ખાતેદારોના બેંક ખાતા આરોપીએ ળીઝ કરાવી દીધા હતા. ત્યારબાદ તેણે વ્યક્તિગત રીતે આ ખાતેદારોને વોટ્સએપ કોલ કરીને રૂપિયાની માંગ કરી હતી. એટલું જ નહીં ખાતાની રકમ પૈકી ૪૦થી ૫૦ ટકા રકમ લાંચ તરીકે માંગી હતી. સાથે જ એવી ધમકી પણ આપી હતી કે જો રૂપિયા નહીં આપવામાં આવે તો ઇડી સમક્ષ તેમની ફરિયાદ કરી દેવામાં આવશે.
આરોપી તરફથી દલીલ કરવામાં આવી હતી કે આરોપી વિરૂદ્ધ કેટલાક નિવેદનો સિવાય કોઇ પુરાવા નથી. પરંતુ જામીનના સ્તરે સાક્ષીઓના નિવેદન પુરતા હોય છે. એટલું જ નહીં આ સાક્ષીઓ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંકળાયેલા હોઇ તેમના નિવેદનો વિશ્વાસપાત્ર નહીં હોવાની દલીલ પણ સ્વીકારી શકાય નહીં. ચોંકાવનારી બાબત તો એ છે કે બીરજુ શાહ નામની વ્યક્તિ કે જે દુબઇથી ક્રિકેટના સટ્ટાનું રેકેટ ચલાવતો હતો તેણે તરલ ભટ્ટને રૂ. ૩૭ લાખથી વધુની રકમ આંગડિયા મારફતે આપી છે. બીરજુ શાહના ખાતાને પણ આરોપીના કહેવાથી ળીઝ કરી દેવાયા હતા. ઉક્ત તમામ મુદ્દાને ધ્યાનમાં લેતાં અરજી રદ કરવામાં આવે છે.’ss1