લાલચ આપી રિક્ષા ડ્રાઈવર અને પત્નીએ કરી ૩૬૦ કરોડની ઠગાઈ
અમદાવાદ, સુરતની એક આઈટી કંપનીના પ્રમોટર્સ તરીકે ઓળખ ઓપનારા એક ઓટોરીક્ષા ડ્રાઈવર અને તેની પત્ની સામે ૩૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો ગુનો નોંધાયો છે. દંપતીએ કથિત રીતે રોકાણકારોને બમણું વળતર ચૂકવવાની લાલચ આપી હતી.
વિજય વણઝારા અને તેની પત્ની મમતા, જે સુરતના મગદલ્લા વિસ્તારમાં રહે છે, તેમની સામે આ જ રીતે કેટલાક લોકો સાથે કુલ ૧૨૦ કરોડ રૂપિયાની ઠગાઈ કર્યાનો કેસ ૨૦૨૧માં બેંગલુરુ પોલીસે નોંધ્યો હતો. મંગળવારે નારણપુરા પોલીસ સમક્ષ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં, આરઓસી (રજિસ્ટ્રાર ઓફ કંપની)ના અનુ વિવેકે જણાવ્યું હતું કે, ડિરેક્ટર જનરલ ઓફ કોર્પોરેટ અફેર્સે, આરોપી જેણે ૨૬ માર્ચ, ૨૦૨૧ના રોજ ૩૬૦ ટેક સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી, તેઓ ૩૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાની માહિતી આરઓસીને આપી હતી. આ ગુનાઓમાં, ૫૦૦ રૂપિયાથી નાની રકમથી શરૂ થતા રોકાણની સામે સારા વળતરનું વચન આપવામાં આવ્યું હતું.
આરોપીઓ રોકાણકારોને આકર્ષિત કરવા માટે પ્લેટફોર્મ તરીકે પાવર બેંક મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. વિજયે સુરતના ટ્રાવેલ એજન્ટ જય પારેખ સાથે મળીને કંપનીની સ્થાપના કરી હતી અને Razorpay દ્વારા પેમેન્ટ મેળવ્યું હતું.
પેમેન્ટ ઓનલાઈન ગેમિંગ માટે હોવાનું એગ્રીગેટર્સને કહેવામાં આવ્યું હતું’, તેમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. વિજયને પહેલીવાર માર્ચ, ૨૦૨૧માં બેંગલુરુ પોલીસે તેના બેંકિંગ ટ્રાન્ઝેક્શનથી પહેલીવાર ટ્રેસ કર્યો હતો. નારણપુરા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમા જણાવાયુ હતું કે વિજયની કંપની પાસે કંપનીની સ્થાપનાના પ્રમાણપત્ર સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટ નહોતા.
તેવું કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ માત્ર ૧૦ હજાર રૂપિયાની મૂડી ચૂકવી હતી. નારણપુરા પોલીસે દંપતી એટલે કે વિજય વણઝારા અને પત્ની મમતા સામે ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સિવાય આઈપીસી હેઠળ છેતરપિંડી અને ઉશ્કેરણીની પણ ફરિયાદ નોંધી હતી.SSS