લીંભોઈ-રોઝડ માર્ગેથી રૂ.૧.૨૪ લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ
હિંમતનગર, મોડાસા તાલુકાના લીંભોઈથી રોઝડ માર્ગે પસાર થતી એક સફેદ કલરની આઈ-૨૦ કારમાંથી પોલીસના ચેકીંગ દરમ્યાન રૂ.૧,૨૪,૩૭૫ ની કિંમતના વિદેશી દારૂ બીયરની ૯૨૫ બોટલ-ટીનનો જથ્થો ઝડપી પડાયો હતો.
જાેકે આ કારનો ચાલક અને અન્ય સવાર પોલીસની નાકાબંધી જાેઈ ખેતરોમાં ભાગી છુટયા હતા.મોડાસા રૂરલ પોલીસે આ કાર અને દારૂનો જથ્થો કબ્જે કરી કુલ મળી રૂ.૬ , ૨૪ , ૩૭૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને ભાગી છુટેલા બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગલસુદ્યનરા નજીકના માર્ગેથી પસાર થઈ રહેલા કારના ચાલકે પોતાના કબ્જાની કાર પોલીસ ચેકીંગથી થોકેડ દૂર ઉભી રાખી ચાલક અને અન્ય સવાર કાર માર્ગ ઉપર છોડી ખેતરોમાં ભાગી ગયા હતા. આ બુટલેગરોને ઝડપી લેવા પોલીસ કર્મીઓએ પીછો કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.કાર પાસે આવી ચેકીંગ કરતાં કારમાં રખાયેલ વિદેશી દારૂ-બીયરની ૨૪ પેટી કિં.રૂ.૧,૨૪,૩૭૫ નો જથ્થો ઝડપાયો હતો.
મોડાસા રૂરલ પોલીસે રાજસ્થાનથી દારૂ ભરી દાવલી,શામપુર, મેઢાસણ અને લીંભોઈ-કીશોરપુરા થઈ લઈ જવાતા વિદેશી દારૂ-બીયરની ૯૨૫ બોટલ-ટીન સહિત કાર કબ્જે કરી કુલ રૂ.૬,૨૪,૩૭૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને કારના ચાલક અને સવાર વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મોડાસા રૂરલ પોલીસની ટીમ દ્વારા ગત સોમવારની રાત્રે શામળાજી માર્ગની જીવણપુર ચોકડીએ વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.દરમિયાન બોલુન્દરા તરફથી આવી રહેલ સીએનજી રીક્ષાના ચાલકને ઉભો રાખી ચેકીંગ કરાતાં આ રીક્ષામાંથી વિદેશી દારૂના ૯૬ કર્વાટરીયા કિં.રૂ.૯૬ હજારનો જથ્થો ઝડપાયો હતો.
બોલુન્દરાના પાદરમાંથી વહેતી મેશ્વો નદી પાસેથી આ જથ્થો ભરી ગાજણ પાસે ઉભારવા જતા રીક્ષા ચાલક સતીષભાઈ પુંજાભાઈ વણકર (રહે.ટીંટોઈ,તા.મોડાસા) નાઓને ઝડપી કુલ રૂ.૮૭૦૦૦નો જથ્થો કબ્જે કરાયો હતો.HS