Western Times News

Gujarati News

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૈજ્ઞાનિક ડૉ.હરિઓમ ગુપ્તાનું ઔષધીય વનસ્પતિ વિષય પર વ્યાખ્યાન યોજાયું

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા પ્રત્યેક જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી સતત કાર્યરત છે.

આપણી આસપાસ રહેલ સુગંધિત અને ઔષધીય ગુણોથી પરિપૂર્ણ વનસ્પતિઓમાં રહેલા અમૂલ્ય ગુણો અને તેનું મહત્વ વિષે લોકોને માહિતગાર કરવાનાં હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સ્થાપિત ઈકો બાયોલોજી ક્લબ, ભાવનગર દ્વારા ‘Importance and revolution in Aromatic and Medicinal plants’ વિષય પર વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. હરિઓમ ગુપ્તા (વૈજ્ઞાનિક, CSIR- CIMAP, લખનૌ) દ્વારા તા.૨૫-૦૬-૨૦૧૯ ને મંગળવારના રોજ સાંજે ૫ કલાકથી ૭ કલાક દરમ્યાન જે. સી. બોઝ હોલ, લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટ, મહરાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ખાતે આયોજન કરવામાં આવેલ.

ઉપરોક્ત વ્ય્ખ્યાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડૉ. ભારતસિંહ ગોહિલ (એચ. ઓ. ડી.,લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટ), તેમજ CSMCRI, ભાવનગરના વૈજ્ઞાનિક શ્રીઓ ડૉ. વૈભવ કુલશ્રેષ્ઠ, ડૉ. મંગલસિંગ રાઠોડ, ડૉ. અરુન દાસ વગેરે ગણમાન્ય ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી નિરાલી મેહતા (વિઝીટર પ્રાધ્યાપક, લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવેલ.  

આ વ્યાખ્યાનમાં ડૉ. ગુપ્તાએ આપણી આસપાસ ઉગતી ઘર આંગણની સુંદરતા વધારતી વનસ્પતિઓ વિષે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે કેવી રીતે આ વનસ્પતિના છોડ અથવા તો વૃક્ષો તેમનામાં રહેલા પૉઝિટીવ ગુણોના કારણે જીવંત અને ઉલ્લાસિત બનાવે છે. તથા ભારત દેશ ઔષધિઓના ઉત્પાદન તેમજ તેના દ્વારા બનતા ઉપયોગી પદાર્થોની નિકાસમાં અગ્ર સ્થાન ધરાવે છે. આ ઔષધીય વનસ્પતિઓ કેટલા પ્રકારની જાતિ-પ્રજાતિ ધરાવે છે તથા એને આવકના મુખ્ય સાધન તરીકે ઓછા પાણીવાળા પ્રદેશોમાં પણ એક સફળ આવકનું માધ્યમ બનાવી શકાય. ઔષધિઓમાં રહેલા વિવિધ ગુણોને વિવિધ પ્રકારે કઈ રીતે ઉપયોગમાં લઇ શકાય અને ભવિષ્યમાં એક મહત્વના મુદ્દાને સમજાવતા કહ્યું હતું કે આ ઔષધીઓને નેનોટેકનોલોજી દ્વારા ઉચ્ચકક્ષાએ સરળતાથી દરેક લોકો સુધી પહોંચાડી શકાશે.

આ મહત્વ પૂર્ણ વ્યાખ્યાનમા વિદ્યાર્થીઓ, શિક્ષકો, લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતા વિવિધ કલબના સભ્યો સહીત કુલ ૮૦ કરતા વધુ વિજ્ઞાનજીજ્ઞાસુ લોકોએ ભાગ લઈને આ ઘર આંગણામાં થતી સામાન્ય વનસ્પતિઓના અદભુત અસામાન્ય ગુણો વિષે માહિતી મેળવીને આ કાર્યક્રમને સફળ બનાવેલ. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.