Western Times News

Gujarati News

અમદાવાદમાં કમળા-કોલેરાનો આતંક યથાવત

દક્ષિણ અને પૂર્વઝોનમાં પણ પ્રદુષિત પાણીની સમસ્યાઃ
પોલ્યુશન 
સેલની રચના કરવા માંગણી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત પાણીજન્ય રોગચાળાના સકંજામાં આવી ગયા છે. શહેરમાં કોલેરા અને કમળા જેવા જીવલેણ રોગન કેસમાં ચિંતાજનક હદે વધારો જાવા મળ્યો છે.

શહેરમાં બેરોકટોક વેચાણ થઈ રહેલ બિન આરોગ્યપ્રદ આહાર અને મનપા દ્વારા સપ્લાય થતા પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. મ્યુનિ.કોર્પોરેશનના દક્ષિણ અને પૂર્વ ઝોનમાં કોલેરા અને કમળાના સૌથી વધુ કેસ જાવા મળ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મધ્યઝોનમાં પોલ્યુશન સેલની રચના કરવા માટે જાહેરાત કરવામાં આવી છે તે આવકારદાયક છે. પરંતુ પૂર્વ અને દક્ષિણઝોનમાં પણ પોલ્યુશન સેલ કાર્યરત કરવા માટે વ્યાપક માંગણી થઈ રહી છે.

શહેરમાં પીવાલાયક શુધ્ધ પાણીની કારમી અછત જાવા મળી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણી પોલ્યુશનયુકત હોવાની ફરીયાદો બહાર આવી રહી છે. જેના પરીણામે કોલેરા, કમળો અને ઝાડાઉલ્ટી જેવા પાણીજન્ય રોગચાળાના કેસમાં અસામાન્ય વધારો થયો છે. ર૦૧૯ના પ્રકાશ છ માસમાં જ કમળાના ૧૧૦૦ કરતા વધુ કેસ નોધાયા છે.

જયારે અત્યંત જીવલેણ માનવામાં આવતા કોલેરાના ૪ર કેસ નોધાયા છે. તેમ છતાં ઈજનેર ખાતાના જવાબદાર અધિકારીઓ નિદ્રાધીન છે. જયારે હોદ્દેદારોએ માત્ર મધ્યઝોનમાં જ પોલ્યુશન સેલ કાર્યરત કરવાની જાહેરાત કરીને સંતોષ માન્યો છે. ખરા અર્થમાં જાવામાં આવે તો મધ્યઝોનની સાથે-સાથે દક્ષિણ અને પૂર્વઝોનમાં પણ પીવાલાયક પાણીની ગંભીર સમસ્યા છે.

પાણીજન્ય રોગચાળાના કેસ પણ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. મ્યુનિ. આરોગ્યખાતા દ્વારા પાણીના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવે છે. જેમાં કોલોરીનયુકત પાણીની ચકાસણી કરવામાં આવે છે. તથા પાણી પીવાલાયક છે કે કેમ ? તેની પણ તપાસ થાય છે. જેના રીપોર્ટ ચોકાવનારા સાબિત થયા છે.

મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ ઈસનપુર વોર્ડમાં ફૈઝલપાર્ક, દાણીલીમડામાં દુધાભાઈની ચાલી, લાંભામાં ઠાકોરવાસ, દાણીલીમડા વોર્ડમાં સાંકળચંદ મુખીની ચાલી, ન્યુ આશિયાના પાર્ક, બહેરામપુરા વોર્ડમાં મોહન તલાવડી, છીપા સોસાયટી વટવા વોર્ડમાં અનવર નગર, ઉમરાવનગર, શાહજહા પાર્ક, વાનરવટ છાપરા, મુસ્તાક સોસાયટી, દરબારનગર ઉત્તરઝોનના બાપુનગર વોર્ડમાં સંજયનગર, વાસણા વોર્ડમાં ઈડબલ્યુ એસ કવાર્ટસ, જાધપુર વોર્ડમાં પટેલ વાસ, એ ટુ ઝેડ પાર્ક, પૂર્વઝોનમાં અમરાઈવાડી, વજીરની ચાલી તથા છીપાની ચાલીમાં કલોરીન વિના જ પાણી સપ્લાય થઈ રહયા છે. જેના પરિણામે પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોમાં કમળાના ૧૧૦૦ કરતા વધારે કેસ નોધાયા છે. દક્ષિણઝોનમાં કમળાના ૩૧ર કેસ નોધાયા છે. ઝોનના વટવા વોર્ડમાં કમળાના ૭૩, બહેરામપુરા, માં ૬૬તથા દાણીલીમડા વોર્ડમાં ૬૪ કેસ નોધાયા છે. પૂર્વઝોનના અમરાઈવાડી વોર્ડમાંથી કમળાના પ૪કેસ બહાર આવ્યા છે.

જાધપુર વોર્ડમાં પ૬, કુબેરનગર વોર્ડમાં ૪૯,ખાડીયામાં ર૯ તથા અસારવા વોર્ડમાં ૪૭ કેસ નોધાયા છે. ર૦૧૯ના પ્રથમ પાંચમહીનામાં કોલેરાના ૪ર કેસ નોધાયા છે. દક્ષિણઝોનમાં કોલેરાના સૌથી વધુ રર, પૂર્વઝોનમાં ૧૦ અને મધ્યઝોનમાં ૦૭ કેસ નોધાયા છે. દક્ષિણઝોનના વટવા વોર્ડમાં ૦૮, લાંભા વોર્ડમાં ૦૬ તથા દાણીલીમડામાં ૦૩ કેસ નોધાયા છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં કોલેરાના ૦૭ તથા પૂર્વઝોનના અમરાઈાવાડી વોર્ડમાં ૦પ કેસ નોધાયા છે.

મ્યુનિ. કોગ્રેસપક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પ્રદુષીત પાણી છેલ્લા દોઢ દાયકાથી પ્રદુષીત પાણીની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા સીસ્ટેમેટીક લાઈનો નાંખવા માટે કરોડો રૂપિયા ખર્ચ થઈ રહયા છે. તેમ છતાં સમસ્યા હળવી થઈ નથી. મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષ દ્વારા નકકર આયોજન વિના જ ખર્ચ થઈ રહયા છે.

શહેરના ર૦ કરતા વધુ વોર્ડમાં અશુધ્ધ પાણીની સમસ્યા જાવા મળે છે. ર૦૧પની સાલમાં પાણીના અનફીટ સેમ્પલ ની સંખ્યા ૬૮૦ હતી જયારે ર૦૧૭ અને ર૦૧૮માં અનફીટ સેમ્પલની સંખ્યા બે હજારને પાર કરી ગઈ છે. મ્યુનિ. શાસકોએ “જા દિખતા હૈ વો બિકતા હૈ” ની નીતિ છોડીને પ્રજાલક્ષી કામો તરફ ધ્યાન આપવાની જરૂર છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.