વહેતું નાક-માથાનો દુઃખાવો ઓમિક્રોનના મુખ્ય બે લક્ષણ

નવી દિલ્હી, કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી થયેલા વિભિન્ન અધ્યયનોના આધારે કહેવામાં આવી રહ્યુ છે કે ડેલ્ટાની સરખામણી ઓમિક્રોનમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનુ જાેખમ ઘણુ ઓછુ છે પરંતુ તેમ છતાં ઓમિક્રોનથી બચીને રહેવુ જ સમજદારી છે, કેમ કે આ ડેલ્ટાથી ૪ ગણો ઝડપથી ફેલાય છે. ઓમિક્રોનના લક્ષણ શરદીના લક્ષણો સાથે મળે છે.
શરૂઆતી સ્ટડીથી જાણ થાય છે કે આ નવો વેરિઅન્ટ ઘણો હળવો છે, પરંતુ સામાન્ય તાવ, ગળામાં ખરાશ, શરીરમાં વધારે દર્દ, રાતે પસીનો, ઉલ્ટી અને ભૂખ ન લાગવી જેવા લક્ષણ શરીરમાં ઓમિક્રોનની ઉપસ્થિતિનો સંકેત હોઈ શકે છે.
સ્ટડી અને રિસર્ચના આધારે ઓમિક્રોનના નવા-નવા લક્ષણ સામે આવી રહ્યા છે. વિભિન્ન અધ્યયનોના નિષ્કર્ષના આધારે ૨ એવા લક્ષણ સામે આવ્યા છે, જે મોટાભાગના લોકોમાં જાેવા મળી રહ્યા છે.
સ્ટડી અનુસાર ઓમિક્રોનના ૨ લક્ષણોમાં વહેતુ નાક અને માથાનો દુખાવો પણ સામેલ છે. જે સૌથી વધારે જાેવા મળી રહ્યા છે. લંડનના પ્રોફેસરના જણાવ્યા અનુસાર, વહેતુ નાક અને માથાનો દુખાવો કેટલાક અન્ય સંક્રમણના લક્ષણ છે પરંતુ કોવિડ-૧૯ કે ઓમિક્રોનના લક્ષણ પણ હોઈ શકે છે. જાે કોઈનામાં આ ૨ લક્ષણ જાેવા મળે તો તેને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવો જાેઈએ.SSS