Western Times News

Gujarati News

૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો લહેરાવા ધમકી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના વકીલોને સોમવારે ફરી એક વખત અજાણ્યા નંબર પરથી એક ઓટોમેટેડ કોલ (સ્વચાલિત કોલ) આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના કેટલાક એડવોકેટ ઓન રેકોર્ડ (એઓર)ને કરવામાં આવેલા આ કોલમાં કોલરે પોતે ઈન્ડિયન મુજાહિદિનનો સદસ્ય હોવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટ એટલી જ જવાબદાર છે જેટલી મોદી સરકાર છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના વકીલોને અગાઉ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા હતા. વકીલોને આ મહિનાની શરૂઆતમાં યુનાઈટેડ કિંગ્ડમ અને કેનેડાના અજાણ્યા નંબરો પરથી કોલ આવ્યા હતા જેમાં પંજાબના હુસૈનવાલા ફ્લાઈઓવર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાના ઉલ્લંઘનની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. તે વખતે કોલરે ‘શીખ ફોર જસ્ટિસ’ના સદસ્ય હોવાનો દાવો કર્યો હતો.

તે સમયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને એક બિનસરકારી સંગઠન ‘લોયર્સ વોઈસ’ દ્વારા દાખલ જનહિત અરજી પર સુનાવણીથી અંતર જાળવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. લોયર્સ વોઈસે વડાપ્રધાનની સુરક્ષા ભંગની તપાસની માગણી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.