Western Times News

Gujarati News

ટ્રમ્પનો ‘માસ્ટર સ્ટ્રોક’- ઈરાનના ‘શત્રુ’ સાથે કરી ન્યૂક્લિયર ડીલ

સાઉદી અરેબિયા પહેલેથી જ પરમાણુ શક્તિ ધરાવતા પાકિસ્તાન સાથે પોતાનો સંરક્ષણ સહયોગ વધારી રહ્યું છે

વોશિગ્ટન,  અમેરિકા અને ઈરાન વચ્ચે જે મુદ્દાને લઈને લાંબા સમયથી ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ બનેલી છે, તે જ પરમાણુ સંવર્ધન (યુરેનિયમ એનરિચમેન્ટ)ને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે સાઉદી અરેબિયા સાથે એક એવા પરમાણુ કરારને લીલી ઝંડી આપી દીધી છે, જેના હેઠળ સાઉદી અરેબિયા હવે પોતાની જમીન પર નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે યુરેનિયમ એનરિચમેન્ટ કરી શકશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક ડીલની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આ કરાર ૩૦ વર્ષ્ા માટે રહેશે અને તેમાં અમેરિકન કંપનીઓ પણ સાઉદી અરેબિયાના પરમાણુ કાર્યક્રમના વિકાસમાં સીધી રીતે ભાગીદાર બનશે. અમેરિકા અને સાઉદી અરેબિયાના સંયુક્ત અભ્યાસ બાદ દેશમાં યુરેનિયમ એનરિચમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો રસ્તો પણ સાફ થઈ જશે.

સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વર્ષ્ાથી ક્ષેત્રીય વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, તેવામાં સાઉદીને યુરેનિયમ એનરિચમેન્ટનો અધિકાર મળવાથી પશ્ચિમ એશિયાનું રાજકીય અને સૈન્ય સંતુલન સંપૂર્ણપણે બદલાઈ શકે છે.પરમાણુ ક્ષેત્રના નિષ્ણાતોએ આ નિર્ણય સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક્સપટ્‌ર્સનું માનવું છે કે યુરેનિયમ એનરિચમેન્ટથી સીધા પરમાણુ હથિયાર નથી બનતા,

પરંતુ તેનાથી ભવિષ્યમાં વેપન પ્રોગ્રામ (પરમાણુ હથિયારો) તરફ આગળ વધવાનો રસ્તો જરૂર ખુલી જાય છે. નોંધનીય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પહેલા પણ કહી ચૂક્યા છે કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવશે, તો સાઉદી અરેબિયા પણ તે જ દિશામાં આગળ વધશે.આ પહેલા પણ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને સાઉદી અરેબિયા સાથે પરમાણુ સહયોગ માટે પ્રયાસો કરી ચૂક્યા હતા.

બીજી તરફ, સંયુક્ત આરબ એમિરેટ્‌સ (ેંછઈ)એ અમેરિકા સાથે ‘૧૨૩ એગ્રીમેન્ટ’ હેઠળ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ તેમણે યુરેનિયમ એનરિચમેન્ટનો અધિકાર માગ્યો નહોતો. આથી જ અત્યાર સુધી ેંછઈ મોડેલને પરમાણુ સહયોગનું સૌથી સુરક્ષિત ઉદાહરણ માનવામાં આવતું હતું.સાઉદી અરેબિયા પહેલેથી જ પરમાણુ શક્તિ ધરાવતા પાકિસ્તાન સાથે પોતાનો સંરક્ષણ સહયોગ વધારી રહ્યું છે.

તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પણ એવો સંકેત આપ્યો હતો કે જરૂર પડ્યે તેમનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરેબિયા માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. આ તમામ પરિસ્થિતિઓને જોતા, ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય માત્ર ઊર્જા ક્ષેત્ર પૂરતો મર્યાદિત નથી મનાઈ રહ્યો, પરંતુ તેને ઈરાન સામે અમેરિકાની એક નવી મોટો વ્યૂહનીતિ અને પશ્ચિમ એશિયાના બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.