વારસાઈ નોંધ પણ હવે ઓનલાઈન થઈ શકશે
અમદાવાદ, રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કર્યા બાદ હવે વારસાઈ નોંધ પણ ઓનલાઈન કરી શકાય તેવી સુવિધા શરૂ કરી દીધી છે. જેનાક ારણે હવે નાગરિકોએ કચેરીનો ધક્કો ખાવો નહીં પડે. પરંતુ ઘેર બેઠા ઓનલાઈન અરજી અને તેને લગતી તમામ પ્રક્રિયા પૂરી કરીને વારસાઈ નોંધ કરાવી શકાશે.
વારસાઈ નોંધની સુવિધા માટે વેબસાઈટ https:/iora.gujarat.gov.in પર અરજી સબમિટ કરવાની રહેશે. માત્ર પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલી અરજી જ માન્ય ગણાશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂરી થયેથી અરજી જે તે તાલુકા કે શહેરમાં ઈ-ધરા કેન્દ્રમાં આગળની પ્રક્રિયા માટે સબમિટ થશે.
અરજદારે જરૂરી તમામ પુરાવાઓ ૧પ દિવસમાં રજૂ કરવાના રહે છે. અરજદારને ત્યારબાદ અરજીની તમામ વિગતોની સ્થિતિ અને નિકાલની વિગતો મોબાઈલ પર મળતી રહેશે. સહીવાળી અરજી સાથે મરણનુ પ્રમાણપત્ર તથા મરણ પામનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરી અપલોડ કરવાના રહેશે તથા અરજી સબમિટ કર્યાની તારીખથી મહત્તમ દસ્તાવેજા જે તે તાલુકાના ઈ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે. અરજદાર તથા અરજી મુજબના હકક ધરાવનાર તમામના મોબાઈલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઈની કાચી નોંધ બાબતે એસએમએસ મોકલવામાં આવશે.