Western Times News

Gujarati News

મીઠાખળી અન્ડરપાસ દિવાળીના તહેવારોમાં ખુલ્લો મુકાશે

File Photo

અમદાવાદ : અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજ માં ફેરવવાની કામગીરી રેલવે સત્તાવાળા ઓ દ્વારા હાથ ધરાઇ છે. આ કામગીરી રેલ વિકાસ નિગમ દ્વારા ચાલી રહી હોવાથી અગાઉ માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. ત્યાર બાદ રેલવે તંત્ર દ્વારા મીઠાખળી અન્ડરપાસનું નવીનીકરણ હાથ ધરાયું હોઇ આ અન્ડરપાસ દિવાળીના તહેવારોમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.

રેલવે તંત્ર દ્વારા અગાઉ સાત મીટર પહોળાઇના માદલપુરના બંને નાળાને વધુ બે મીટર પહોળા કરાયાં હતાં. ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે રેલ વિકાસ નિગમે માદલપુર ગરનાળાને પહોળું કર્યું હતું. ત્યાર બાદ પશ્ચિમ અમદાવાદ માટે વધુ એક મહ¥વપૂર્ણ મીઠાખળી અન્ડરપાસને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

આ કામગીરી હેઠળ મીઠાખળી અન્ડરપાસને અપ-ડાઉન લાઇનમાં છ મીટર પહોળો કરાયો છે. આ ઉપરાંત અન્ડરપાસની ૪.૧પ મીટરની અગાઉની ઊંચાઇને વધારીને ૪.પપ મીટર કરાઇ છે. તંત્ર દ્વારા ગત તા.૪ ફેબ્રુઆરી, ર૦૧૯થી મીઠાખળી અન્ડરપાસને નવીનીકરણ માટે બંધ કરાયો હતો.

જેના કારણે અત્યારે વાહનચાલકો મીઠાખળી ગામ ક્રોસિંગ, નહેરુબ્રિજ ચાર રસ્તા, માદલપુર ગરનાળા, ગુજરાત કોલેજ પાસેથી પસાર થતા સર્પાકાર બ્રિજ થઇ નવરંગપુરા રેલવે ક્રોસિંગ પછી આવેલા મહાદેવ મંદિર તરફના રોડનો ઉપયોગ કરી રહ્યા છે.

દરમિયાન રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએન એલ) ના ટોચના વર્તુળો કહે છે કે આમ તો અન્ડર પાસ ઓગસ્ટના અંત સુધીમાં ખુલ્લો મુકાઇ જાત, પરંતુ વરસાદી માહોલના કારણે તેમાં વિલંબ થયો છે. સ્ટીલના ગર્ડર મૂકવાની કામગીરી વરસાદથી તેના કોટિંગને નુકસાન પહોંચી શકે તેમ હોઇ હાથ ધરાઇ ન હતી.

આ ઉપરાંત યુટિલિટીને લગતા વિભિન્ન એજન્સીના કેબલને ખસેડવાની કામગીરી તેમજ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓનો સહયોગ જરૂરી હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.