વિકી કૌશલની ફિલ્મમાં દબંગ ગર્લ્સની એન્ટ્રી થઈ
મુંબઈ, બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અત્યારે કેટરિના કૈફ સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે. પરંતુ લગ્ન સમારોહો પત્યા પછી હવે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ તરફ ધ્યાન આપવાની શરુઆત કરી લીધી છે. વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ સેમ બહાદુરની ચર્ચા શરુ થઈ છે.
આ ફિલ્મ દેશના સૌથી મહાન વૉર હીરોમાંથી એક ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉની બાયોપિક હશે. વિકી કૌશલ તેમાં લીડ રોલ કરવાનો છે અને હવે તેને પડદા પર લીડિંગ લેડીઝ પણ મળી ગઈ છે. મેઘના ગુલઝારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં દબંગ ગર્લ્સની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં ફરી એકવાર સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પડદા પર જાેવા મળશે.
બન્નેને ચેલેન્જિંગ રોલ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને અભિનેત્રીઓએ આમિર ખાન સાથે ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ દબંગને ઘણી સારી પ્રતિક્રિયા મળી હતી. આ જ વર્ષે ૩ એપ્રિલના રોજ સેમ માનેકશૉના જન્મદિવસ પર ફિલ્મના ટાઈટલ સેમ બહાદુરની જાહેરાત કરવામાં આવી હતી.
૧૩ ડિસેમ્બરના રોજ મેઘના ગુલઝારનો જન્મદિવસ છે ત્યારે સાન્યા અને ફાતિમાની કાસ્ટિંગની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ ૧૯૭૧માં થયેલા યુદ્ધના નાયક ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉને સેમ બહાદુરના નામથી ઓળખવામાં આવતા હતા. સેમ માનેકશૉએ ૪૦ વર્ષની કારકિર્દીમાં પાંચ લડાઈઓમાં ભાગ લીધો હતો અને સૌથી આગળ રહ્યા હતા.
તે ઈન્ડિયન આર્મીના પહેલા એવા અધિકારી હતા જેમનું પ્રમોશન ફીલ્ડ માર્શલની પોસ્ટ પર કરવામાં આવ્યુ હતું. રસપ્રદ બાબત એ પણ છે કે આ જ વર્ષે ૧૯૭૧ના યુદ્ધના ૫૦ વર્ષ સમાપ્ત થયા છે. સેમ બહાદુરમાં વિકી કૌશલ સેમ માનેકશૉના પાત્રમાં જાેવા મળશે, ત્યારે સાન્યા મલ્હોત્રા તેમના પત્ની સિલ્લુના પાત્રમાં જાેવા મળશે.
ફીલ્ડ માર્શલ માનેકશૉએ ઘણી વાર કહ્યુ હતું કે તેમના પત્ની સૌથી મોટા તાકાત છે. ફિલ્મમાં ફાતિમા સના શેખ દેશના પ્રથમ મહિલા વડપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જાેવા મળશે. મેઘના ગુલઝાર આ કાસ્ટિંગથી ઘણી ખુશ છે. તે કહે છે કે, મારી પાસે સેલિબ્રેટ કરવાના ઘણાં કારણ છે. આપણી સેનાની ઐતિહાસિક જીતના ૫૦ વર્ષ પૂરા થયા તે માટે ગર્વ છે.SSS