વિક્કી કેટરિનાનાં ઘરે પહોંચ્યો, ડેડિંગની ચર્ચાએ જોર પક્ડ્યું
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગત લાંબા સમયથી વિક્કી કૌશલ અને કેટરિના કૈફએ એકબીજાને ડેટ કર્યાની ખબરો જોર પકડી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યાં છે. પણ ક્યારેય તેમને એકબીજાને ડેટ કરવાની વાત સ્વીકારી હતી. એટલું જ નહીં બંને કોઇ ફિલ્મમાં પણ સાથે કામ કરે તેવી પણ વાતો છે. હવે હાલમાં જ્યારે વિક્કી કૌશલ સવાર સવારમાં કેટરિના કૈફનાં ઘરે જતો જોવા મળ્યો ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. ફોટોમાં વિક્કી કોશલ ગ્રે સ્વેટશર્ટ અને શોટ્સમાં નજર આવી રહ્યું છે.
આ દરમિયાન કેપ અને માસ્ક પણ પહેર્યું હતું. જોકે આવું પહેલી વખત નથી કે વિક્કી કેટરિનાનાં ઘર પર નજર આવ્યો હોય આ પહેલાં તે લોકડાઉન પૂર્ણ થવા પર તે તેનાં ઘરે પહોચ્યો હતો. જે બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. વિક્કી કૌશલની આ તસવીર સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ લીધી હતી. આ પહેલાં કેટરિના કૈફ વિક્કી કૌશલની ફિલ્મ ભૂતઃ ધ હોન્ટેડ શિપ’ પાર્ટ વનની સ્ક્રિનિંગમાં પહોંચી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલ શૂજિત સરકાર દ્વારા નિર્દેશિત સરદાર ઉધમ સિંહમાં નજર આવવાનો છે. આ ઉપરાંત તે કરન જોહરની તખ્તમાં નજર આવશે.ફિલ્મમાં વિક્કી કૌશલ ઉપરાંત રણવીર સિંહ, આલિયા ભટ્ટ કરિના કપૂર ખાન અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ નજર આવશે.