Western Times News

Gujarati News

વિરાટ કોહલીના નિવેદનથી પૂર્વ કેપ્ટન કપિલ દેવ નારાજ

નવી દિલ્હી, સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા વિવાદ સામે આવ્યો છે. સુકાનીપદ પરથી હટાવવા મામલે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીના અલગ-અલગ નિવેદનોને કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ઉઠી છે. તેવામાં હવે આ વિવાદને લઈને વર્લ્ડકપ વિજેતા પૂર્વ કેપ્ટન કપિલ દેવ વિરાટ કોહલીના નિવેદનથી ભારોભાર નારાજ છે. કપિલ દેવે કહ્યું છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ બીસીસીઆઈ સામે ખોટા સમયે નિવેદન આપીને બિનજરૂરી વિવાદ ઉભો કર્યો છે.

બુધવારે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમાં તેણે બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીના એ દાવાને રદિયો આપી દીધો હતો કે, જેમાં તેણે કહ્યું હતું અમે વિરાટ કોહલીને ટી૨૦નું સુકાનીપદ ન છોડવા માટે વિનંતી કરી હતી. કોહલીએ કહ્યું હતું, ટી૨૦ ટીમનું સુકાનીપદ છોડવાના ર્નિણયને બોર્ડ દ્વારા આવકારવામાં આવ્યો હતો. બસ, વિરાટનું આ જ નિવેદન વિવાદનું સ્વરૂપ બન્યું છે અને કોહલી તેમજ બોર્ડ વચ્ચે બધું બરાબર નથી તે દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું છે.

કપિલ દેવે કોહલીના નિવેદન અંગ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ સમયે કોઈપણ વ્યક્તિ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી. સાઉથ આફ્રિકા પ્રવાસ નજીકમાં જ છે, અને મહેરબાની કરીને તમે આ પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. હું કહીશ કે બોર્ડ પ્રેસિડેન્ટ એ બોર્ડ પ્રેસિડેન્ટ છે, પણ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ એક મોટી વસ્તુ છે. પણ જાહેરમાં આ રીતે એકબીજા વિરુદ્ધ ખરાબ બોલવું, તે મને નાથી લાગતું કે સારી વસ્તુ છે, ભલે પછી તે સૌરવ હોય કે કોહલી.

ભારતીય ટીમને પ્રથમ વર્લ્‌ડ કપ અપાવનાર ૬૨ વર્ષીય કપિલ દેવે આ સાથે વિરાટ કોહલીને સ્થિતિ પર કાબૂ મેળવવા અને દેશ વિશે વિચારવા માટેની સલાહ આપી દીધી હતી. કપિલે કહ્યું કે, તમે સ્થિતિને કંટ્રોલ કરો, અને વધારે સારું એ છે કે તમે દેશ વિશે વિચારો. જે ખોટું છે તે આવતીકાલે ખબર પડી જ જશે. પણ મને નથી લાગતું કે, પ્રવાસ પહેલાં કોઈ વિવાદને જન્મ આપવો યોગ્ય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.