શત્રુઘ્ન સિંહા રીના રોયની સુંદરતામાં મશગુલ હતા

મુંબઈ, જાે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત લવ અફેર્સની યાદી બનાવવામાં આવે તો શત્રુઘ્ન સિંહા અને રીના રોયનું નામ ટોપ પર આવશે. એક સમયે તેમના પ્રેમે બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. કહેવાય છે કે, શત્રુઘ્ન સિંહા અને રીના રોયનું અફેર લગ્ન પછી પણ ચાલુ હતું. શત્રુઘ્ન સિંહા અને રીના રોય ફિલ્મો દરમિયાન મળ્યા હતા. ૭૦ અને ૮૦ના દાયકામાં બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી હતી. શત્રુઘ્ન સિંહા- રીના રોયની આંખો ફિલ્મના સેટ પર લડી હતી.
શત્રુઘ્ન સિંહા અને રીના રોયની આંખો ફિલ્મના સેટ પર જ મળી હતી. શૂટિંગ દરમિયાન તેઓ ઘણો સમય સાથે વિતાવતા હતા, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમના બીજ ફૂટ્યા અને તેઓ સતત નજીક આવતા ગયા.
શત્રુઘ્ન સિંહા રીના રોયના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમની પત્ની પૂનમ સિંહાને દગો આપવા લાગ્યા હતા. જ્યારે પૂનમ સિંહાને આ વાતની ખબર પડી તો તે પણ શત્રુઘ્ન સિંહા પર ખૂબ ગુસ્સે થઈ હતી. શત્રુઘ્ન સિંહાએ ક્યારેય રીના રોય પ્રત્યેનો પ્રેમ છુપાવ્યો નથી. જ્યારે પણ તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે અભિનેત્રીની નજીક છે. લોકો આ માટે શત્રુઘ્ન સિંહાના વખાણ પણ કરે છે.
જ્યારે કલાકાર શત્રુઘ્ન સિન્હાને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે બધું છોડીને પત્ની પૂનમ પાસે પાછા ફરવાનું યોગ્ય માન્યું. રીના રોય સાથે અંતર બનાવ્યા બાદ શત્રુઘ્ન સિંહાએ ફરી ક્યારેય કોઈની સાથે સંબંધ બાંધ્યો નથી. શત્રુઘ્ન સિંહાથી અલગ થયા બાદ રીના રોયે પણ લગ્ન કરી લીધા અને બોલીવુડ છોડી દીધું. રીના રોય ભલે શત્રુઘ્ન સિન્હાથી દૂર થઈ ગઈ હોય, પરંતુ બંનેની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ છે.
સોનાક્ષી સિન્હાએ જ્યારે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું ત્યારે લોકો તેને રીના રોયની ગેરકાયદેસર (નાજાયજ) દીકરી કહેતા હતા. જાેકે તે સાચું નથી. સોનાક્ષી સિન્હા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની જ દીકરી છે.SSS