શહનાઝ ગિલ ૬ મહિનામાં ૧૨ કિલો વજન ઘટાડ્યું

મુંબઈ: પંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પોતાના વીડિયો દ્વારા ટીવીના સૌથી વિવાદીત રિયાલિટી શો બિગ બોસ સુધી પહોંચનારી એક્ટ્રેસ શહનાઝ ગિલ હાલ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. જો કે હાલમાં વજન ઉતારીને શહેનાઝ ફરી ચર્ચામાં છવાઇ ગઇ છે. તેના ફેન્સ તેનું આ ટ્રાંસફોર્મેશન જોઇને ચોંકી ગયા છે. તેણે ૬ મહિનામાં ૧૨ કિલો વજન ઓછું કર્યું છે. જે લોકોને ચોકાવી મૂક્યા છે. શહનાઝનું કહેવું છે કે બિગ બોસ ૧૩ દરમિયાન હંમેશા તેના વેટને લઇને વાતો થતી રહેતી હતી. આ માટે તેણે વજન ઓછું કરીને બધાને એક સાથે જવાબ આપવાનું વિચાર્યું. તેણે કહ્યું કે લોકડાઉનમાં મારું બહું બધુ કામ અટકાઇ પડ્યું ગયું હતું.
મેં વિચાર્યું કે ખાલી સમયમાં વેટલોસ જ કરી લઉં. આપણ પણ બિગ બોસમાં કેટલાક લોકોએ મારા વજનનો મજાક ઉડાવ્યો હતો. મેં વિચાર્યું કે ચલો આ લોકોને કહી દઉ કે હું પણ પતળી થઇ શકું છું. વજન ઓછું કરવું મુશ્કેલ નથી તમે વિચારો તો તે કરી શકો છો. તેણે કહ્યું કે તે રુટીન ડાયટ કરતી હતી. આ માટે તે આઇસ્ક્રીમ, ચોકલેટ અને નોનવેજ ખાવાનું છોડી દીધું હતું. તે દિવસમાં ખાલી બે વસ્તુ જ ખાતી હતી અને ખાવાનું પોર્શન ઓછું કર્યું હતું. શહનાજનું કહેવું છે કે માર્ચ મહિનામાં તેણે ૬૭ વજન હતું પણ હવે તેનું વજન ૫૫ છે.
તેણે કહ્યું કે ૧૨ કિલો વજન તેણે ૬ મહિનાથી પણ ઓછા સમયમાં ઓછું કર્યું છે. તે પણ કોઇ કસરત વગર, ખાલી પોતાની ડાયટ કંટ્રોલ કરીને. ઉલ્લેખનીય છે કે શહનાજને લઇને તેવી પણ ખબર આવી હતી કે તે ફરી એકવાર બિગ બોસમાં નજર આવી શકે છે, મીડિયા રિપોર્ટમાં સલમાન ખાને સિઝન ૧૪માં સિદ્ધાર્થ શુક્લા અને શહનાજ ગેસ્ટ તરીકે નજરે પડશે. જો કે આ પર કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ.