શિબાની દાંડેકરનો ટ્વીટર યૂઝર્સે ઉધડો લઈ લીધો
મુંબઈ: રિયા ચક્રવર્તીને સપોર્ટ કરવાને કારણે ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર ખૂબ ચર્ચામાં છે. આ વખતે સોશિયલ મીડયા પર તેણે અંકિતા લોખંડે વિશે કેટલીક એવી વાત કહી દીધી છે કે, તેના અને સુશાંતના ફેન્સને બિલકુલ પસંદ આવ્યો નથી. અંકિતા અને શિબાનીની આ લડાઈ અત્યારે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે અને ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ફેન્સ સતત અંકિતાને સપોર્ટ કરી રહ્યા છે અને શિબાની દાંડેકર વિરુદ્ધ વાતો લખી રહ્યા છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
અંકિતાએ તાજેતરમાં એક લાંબી-પહોળી પોસ્ટ કરી અને સુશાંતને ડ્રગ્સ આપવા પર સવાલ ઉઠાવ્યા છે. હવે શિબાનીએ અંકિતાની આ પોસ્ટનો જવાબ કંઈક રીતે આપ્યો અને લખ્યું, ‘આ મહિલા સ્પષ્ટ રીતે ૨ સેકન્ડની પ્રસિદ્ધિ મેળવવા માગે છે અને આના માટે તે રિયાને ટાર્ગેટ કરી રહી છે કારણ કે, તે પોતે સુશાંતની સાથે પોતાના સંબંધોમાં થયેલી મુશ્કેલીઓ સાથે ડીલ નહોતી કરી શકી તેને આવું કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે શિબાનીની આ વાતોનો જવાબ અંકિતા લોખંડેની પહેલા સોશિયલ મીડિયા પર તેના ફેન્સે જ આપી દીધો છે. એક ફેને લખ્યું કે. અંકિતાને કોઈ ફેમની જરૂર નથી,
તે પોતાના કામને કારણે ઑલરેડી ફેમસ છે, પોતાના ક્રાઈમને કારણ નહીં શિબાની આંટી. એક અન્ય યૂઝરે લખ્યું, ‘મને લાગે છે કે, તમને જવાબ મળી ગયો હશે કે, બે સેકન્ડની ફેમ કોને જોઈએ છીએ.
બીજા યૂઝરે લખ્યું અંકિતાને ૨ સેકન્ડની પ્રસિદ્ધિ નથી જોઈતી, તે પોતાના કરિયરમાં તમારાથી ઘણી આગળ છે. એક ફેને સવાલ ઉઠાવતા લખ્યું કે, તમને કોણ ઓળખે છે? લોકો તમને ઓળખે છે તો ફરહાન અખ્તરને કારણે. મોટાભાગના યૂઝર્સ શિબાનીને કહી રહ્યા છે કે,
અંકિતા ફેમસ જ છે અને તેને ફેમની કોઈ જરૂર નથી. અંકિતાએ મેસેજમાં લખ્યું, ‘મીડિયા મને વારંવાર પૂછે છે કે, મને શું લાગે છે, આ મર્ડર છે કે સુસાઈડ? એટલે હું સ્પષ્ટ કરી દઉં કે, મેં ક્યારેય નથી કહ્યું કે, આ મર્ડર છે અથવા તેના માટે કોઈ વિશેષ વ્યક્તિ જવાબદાર છે. મેં હંમેશાં મારા દિવંગત દોસ્ત સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની વાત કરી છે અને હું તેના પરિવાર સાતે ઊભી છું. તપાસ એજન્સીઓએ હકીકત સામે લાવવી જોઈએ.