Western Times News

Gujarati News

શિમલામા ત્રણ સગા ભાઇ-બેન પંચાયત પ્રધાન અને ઉપપ્રધાન બન્યા

શિમલા, હિમાચલ પ્રદેશના પંચાયતીરાજ ચુંટણીના પહેલા તબકકામાં શિમલા જીલ્લાના ઠિયોગ વિકાસ તાલુકાના એક જ પરિવારના ત્રણ સગા ભાઇ બેન પ્રધાન અને ઉપપ્રધાન ચુંટાયા છે.ઠિયોગની ધમાંદરી પંચાયતમાં શશિકલા શર્મા પ્રધાન પદ પર ચુંટાયા છે જયારે તેમના ભાઇ ચમનલાલ મનસાગર ઉપપ્રધાન ચુંટાયા છે.સગી બેન સત્યાદેવી શર્મા ઠિયોગની જ બલગાહર પંચાયતમાં નિર્વિરોધ પ્રધાન બની ચુકી છે. ઠિયોગ વિકાસ ખંડમાં આ પહેલીવાર છે જયારે એક જ પરિવારના ત્રણ સગા ભાઇ બેન પંચાયતીરાજ ચુંટણીમાં પ્રધાન અને ઉપપ્રધાન ચુંટાઇ આવ્યા છે.

પ્રધાન પદ પર શશિકલા શર્માએ ૬૬૮ મત હાંસલ કરી પોતાના નજીકના હરીફને ૨૭૮ મતોથી પરાજય આપ્યો જયારે ઉપપ્રધાન પદ પર ચમનલાલ મનસાગરે ૬૨૯ મત હાંસલ કરી ૪૦૦ મતોથી જીત હાંસલ કરી તેમના પિતા સ્વ.હરિનંદ શર્મા વર્ષ ૧૯૭૨માં ધમાંદરી પંચાયતમાં વોર્ડ સભ્યની ચુંટણી જીત્યા હતાં નવનિર્વાચિત ઉપપ્રધાન ચમનલાલ મનસાગર લગભગ ૧૦ વર્ષ સુધી નવયુવક મંડલ ધમાંદરીના અધ્યક્ષ રહી ચુકયા છે તેમના મોટા ભાઇ શ્યામલાલ શરમા વરિષ્ઠ માધ્યમિક પાઠશાળા ચિયોગમાં શાસ્ત્રીના પદ પર સેવા આપી ચુકયા છે.

એક જ પરિવારના ત્રણ ભાઇ બેનને પંચાયતી રાજ ચુંટણીમાં પ્રતિનિધિત્વ મળવાની સોશલ મીડિયામાં ખુબ ચર્ચા છે માતા સુપના દેવીની સાથે ત્રણેય ભાઇ બેનની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહી છે તેમને અભિનંદન પણ આપવામાં આવી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.