શિલ્પાની દીકરી ગાર્ડનમાં ઘાયલ કાગડાને જોઈ દુઃખી થઈ
મુંબઈ, શિલ્પા શેટ્ટીના ગાર્ડનમાં એક કાગડો ઘાયલ થયેલો પડેલો હતો. આ જાેઈને શિલ્પા શેટ્ટીની દીકરી સમીશા દુઃખી થઈ ગઈ હતી. શિલ્પા શેટ્ટીએ આ આખી ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં દીકરી સમીશાની સાથે શિલ્પા શેટ્ટી પણ પોતાના ગાર્ડનમાં નજરે પડી રહી છે. તો દૂર એક કાગડો ઘાસ પર બેસેલો છે. જાેતા એવું લાગે છે કે તે ઉડવા માટે હાલ સક્ષમ નથી.
શિલ્પા સમીશાને એ કાગડો સાજાે થાય એટલા માટે પ્રાર્થના કરવા માટે કહે છે. તો સમીશા ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગે છે. સમીશા હજુ સુધી બે વર્ષની પણ નથી થઈ, પરંતુ માતાની સાથે તે પણ મંત્રનો જાપ કરવાનો પ્રયાસ કરતી દેખાઈ રહી છે. મા-દીકરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સના દિલને સ્પર્શી રહ્યો છે.
શિલ્પા શેટ્ટીએ આ વીડિયોને શેર કરતા લખ્યું કે, બાળકોના દિલ ખરેખરમાં ખૂબ જ સાફ હોય છે. એ જાેઈને ખરેખરમાં આનંદ થયો કે સમીશા કે જે હજુ સુધી બે વર્ષની પણ નથી થઈ અને તે દયા તથા સંવેદનાને અનુભવી શકે છે. તે સહજતાપૂર્વક આ અનુભવી શકે છે કે ક્યારે કોને પ્રાર્થના અને કોઈ પણ જાતની શર્ત વગરના પ્રેમની જરૂર હોય છે.
મહત્વનું છે કે, સમીશાનો જન્મ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ થયો હતો. સમીશા સરોગસી દ્વારા જન્મી હતી અને શિલ્પાએ માતા બનવાની ખુશી સોશિયલ મીડિયા પર ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ શેર કરી હતી. બીજી તરફ, તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીનો એક ફોટો ચર્ચાનો વિષય બન્યો હતો.
તેનો આ ફોટો જાેઈને તેના ફેન્સે ખૂબ જ વખાણ કર્યા હતા. કારણ કે શિલ્પા શેટ્ટીએ ડ્રેસિંગ જ એવું કર્યું હતું. શિલ્પાએ પોતે મરૂન રંગની સાડી પહેરેલો ફોટો શેર કર્યો હતો. આ સાડીની ખાસિયત એ હતી કે તેનો બ્લાઉઝ પણ સાડીના પાલવ જેટલો લાંબો હતો. આ ફોટો શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું હતું કે, ટેકિંગ ફ્લાઈટ.SSS