Western Times News

Gujarati News

“ગુલમહોર ગોલ્ફર્સ ઑફ ધ યર”ની 11મી ટુર્નામેન્ટના વિજેતા જાહેર કરાયા

વિજેતાઓને પ્રતિષ્ઠિત “ક્લેરેટ જગ” અને રનર્સ-અપને “સિલ્વર પ્લેટ” સાથે સન્માનિત કરવામાં આવ્યા.

અમદાવાદ: ગુલમોહર ગોલ્ફર ઓફ ધયરની ૧૧ ટુર્નામેન્ટના વિજેતા અને રનર્સઅપને તા. 8 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં મિડવે કાફે ખાતે યોજાયેલા એક માં ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું.

સ્કોડા સ્ટેલર-ગો ગોલ્ફ 2021ના ભાગ રૂપે ગુલમોહર ગોલ્ફર ઓફ ધયર ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રાપ્ત થયેલા પોઈન્ટસને આધારે  વિજેતા અને રનર્સઅપ નક્કી કરવામાં આવ્યા હતા.

લો હેન્ડીકેપ કેટેગરીમાં અવતાર સિંઘ વિજેતા બન્યા હતા જ્યારે મિહીર શેઠ રનર્સઅપ જાહેર થયા હતા.

માઈકલ વેર મિડ હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતા બન્યા હતા જયારે નીરવ સોની આ કેટેગરીમાં રનર્સ અપ બન્યા હતા

હાઈ હેન્ડીકેપ કેટેગરીમાં કુલદીપ પુંગલીયા વિજેતા બન્યા હતા જ્યારે ભાવિન વડગામા રનર્સ અપ બન્યા હતા

વિજેતાઓને  ‘ક્લેરેટ જગ’ આપવામાં આવ્યો હતો, જ્યારે રનર્સ અપને ‘સિલ્વર પ્લેટ’ આપવામાં આવી હતી.

આ પ્રસંગે એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો-ગોલ્ફ 2022નુ કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યુ હતુ.

આ ઈવેન્ટ કેલેન્ડરમાં  જીજીઓવાય 2022ના 11 રાઉન્ડ તથા ચેમ્પિયન ફેમિલિ,  એએમ/એએમ, જુનિયર રાઈડર કપ, All 3s, ગુલમોહર સ્ટ્રોક પ્લે, ગુલમોહર ડયુએટસ, જુનિયર શૂટઆઉટ, ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ અને ગુલમોહર રાઈડર કપ જેવા અન્ય ઈવેન્ટસનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.