શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ યોજાયો

ભિલોડા: સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકામાં શ્રી વિજયનગર તાલુકાના પંચાલ સમાજ ખડક દ્વારા શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ મોહોત્સવ યોજાયો હતો.કાર્યક્રમ ની શરૂઆત શ્રી વિશ્વકર્મા ભગવાનની કથા થી કરવામાં આવી હતી.
જુની જી.ઈ.બી.ઓફિસ વિજયનગર થી શોભાયાત્રા નીકળી બી.એસ.એન.એલ કચેરી ત્રણ રસ્તા,બસ સ્ટેન્ડ થઈ,માતાજી ના ચોક,જુના બજાર,હરણાવ કોલોની થી હાઈ – વે સુધી ડી.જે સાથે નીકળી હતી.શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉલ્લાસ ભેર જોડાયા હતા.શોભાયાત્રા પુર્ણ થતાં કાર્યક્રમ આગળની શરૂઆત કરવામાં આવી હતી.મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.વિવિધ પ્રકારના સાંકૃતિક કાર્યક્રમો પણ બાળકો એ કર્યા હતા.
તેજસ્વી તારલાઓનું સન્માન,વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન,દાતાઓનું સન્માન કર્યું હતું.રમેશભાઇ બી.પંચાલ,કે.બી.પંચાલ અધ્યક્ષ ખડક ચોખલા,સુરેશભાઇ ડી. પંચાલ, સુરેશભાઈ જી.પંચાલ, ચુનીલાલ હરીઓમ,કનૈયાલાલ પંચાલ,અલ્પેશભાઈ પંચાલ,દશરથભાઈ એસ.સુથાર,વિશાલભાઈ આર.પંચાલ સહિત સામાજીક કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.