શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા તારીખ 16 માર્ચ ના રોજ સદગુરુ સમર્પણ મહોત્સવની ઉજવણી સાંજે 6:30 થી 8:00 વાગ્યા સુધી સ્વામીનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવશે
જેનું લાઇવ પ્રસારણ કથા ચેનલ ઉપર કરવામાં આવશે.
કુમકુમ મંદિર દ્વારા અમાસની ઉજવણી કરવામાં આવી. તારીખ 14 માર્ચ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં મહા વદ અમાસ સદગુરુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધૂન ધ્યાન ભજન કીર્તન કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજના દરેક માણસને શાંતિ જોઈએ છે પરંતુ સાચી શાંતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાથી અને ધ્યાન કરવાથી મળે છે, માટે હંમેશા માણસે દિવસ દરમિયાન શાંતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરવાની જરૂર છે. આપણને ભગવાને મનુષ્ય જન્મ ભજન સ્મરણ કિર્તન કરવા માટે આપ્યો છે તો ભગવાનનું ભજન કરીને મનુષ્ય જન્મને સાર્થક કરી લેવો.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ