સંબંધો વિના તમને ચાલે છે ?
સંબંધો વિના કોઈને ચાલતુ નથી. અમુક સંબંધો વ્યવહારના હોય છે તો અમુક કાર્યક્ષેત્ર, મૈત્રીના તેમજ લોહીના. સમાજના સંબંધમાં અંગતતા ઉમેરાય ત્યારે તેમાં જાતજાતની અતાર્કિક અપેક્ષાઓ પણ ઉમેરાય છે. મોટાભાગે તેનામાં નહી આપણા પોતાનામાં આપણી જ અપેક્ષાઓ અને આપણી જ અક્ષમતાઓમાં હોય છે અને તેનો ઉપાય લાગણીઓના સંતુલનમાં છે.
દરેક માનવીએ શીખવુ જાઈએ કે પ્રેમની સીમા ક્યાં પૂરી કરવી અને કઈ હદ પછી અલિપ્ત થઈ જવુ અને પોતાની જાતનુ, પોતાના સમયનું ચોક્કસ શું કરવું.
સંતાનોના જન્મ પછી મા બધુ ભૂલી તેમના લાલન-પાલનમાં પરોવાઈ જાય છે. જીવન સાર્થકતા અને ભરપૂર લાગે છે. પણ એક દિવસ તેઓ મોટા થાય છે. પોતાની જિંદગી જીવવા લાગે છે. હવે મા તેના કેન્દ્રમાં હોતી નથી એને લાગે છે કે મારા જ ઘરમાં હું અજાણી બની ગઈ છુ. પણ સંતાનો મોટા થાય એટલે તેમની જીવનશૈલી અને અગ્રિમતાઓ બદલાયા જ. તેમાં મા એ અસલામતી અનુભવવાની જરૂર રહેતી નથી. પરિવર્તનોથી દુઃખી થવા કે ફરિયાદો કરવાને બદલે તેમને જરૂર હોય ત્યારે મદદરૂપ થવુ અને પોતાના શોખ, મિત્રો અને પ્રવૃતિઓનો આનંદ લેવો તે વધારે સારુ નહીં ?
સ્ત્રીઓએ શીખવા જેવી એક ખાસ બાબત પુરૂષ પરની નિર્ભરતા અને આત્મવિશ્વાસ આ બંનેનુ સંતુલન છે. પુરૂષ સાથે હો ત્યારે ભલે બધુ તેના પર છોડી નિશ્ચિત થઈ જાઓ, પણ એકલા હો ત્યારે દરેક સ્થિતિને સંભાળી લેતા આવડવુ જોઈએ. એવા બનો કે પતિ અને સંતાનોને તમારા ઉપર ગર્વ થાય. એવા બનો કે, તેમને તમારી નાજુક પળ, તમારી કોઈ ખામી પણ સાચવી લેવી ગમે અને હા, પ્રસન્નતા જેટલી પ્રાણવાન ચીજ બીજી કોઈજ નથી. એમ જાણવા મળ્યુ છે કે પ્રસન્ન રહેતી ને રાખી શકતી વ્યક્તિ સૌનુ મન જીતી લે છે.
વ્યક્તિ હોય કે સંબંધ- દરેક પોતાની રીતે આગવા અને અનોખા હોય છે નિયમો, વ્યાખ્યાઓ ધરણાઓમાં તેને બાંધવુ મુશ્કેલ હો યછે છતાં જો થોડા મુદ્દાઓ ધ્યાનમાં રાખીએ તો સંબંધ બાંધવાની કળામાં કુશળ બનવા સાથે પોતાની જાત સાથે પણ મૈત્રી બાંધી શકાય !
ઘણી વખત એવા લોકોને જોઈને દયા આવે છે કે જેઓ સંતાનો યુવાન થાય ત્યારે પોતે કેવી ગરિમાપૂર્વક પ્રૌઢ અને વૃધ્ધ બનવુ તે વિચારવાનું ભૂલી જાય છે પરંતુ ઉંમર ગમે તે હોય, વ્યવસ્થિત રહેવુ નવા આયોજન, નવુ વાંચવુ નવા વિચાર સર્જનાત્મકતાની નવી અભિવ્યક્તિ સાથે નવો દિવસ શરૂ કરવો. પોતાનામાં અને જિંદગીમાં નવુ ઉમેરતા રહેવામાં અખૂટ રસ હોય તે કદી હતાશ નહીં થાય. સ્વચ્છ, સુઘડ, સુગંધી અને સહજ બની રહો. સાચી આભા અંદરના તેજની હોય છે. બુ્દ્ધિ- વિચારના તેજથી આપતા બની રહો. વાતચીતની કલા શીખો અને કદર, પ્રશંસા પ્રોત્સાહન તેમજ શાબાશીમાં કંજૂસાઈ ન રાખો.
આપણે બીજાને ખૂબ શીખામણો આપીએ છીએ પણ જયારે આપણાં સંતાનો પોતાનું આકાશ શોધવા ઉડી જાય છે ત્યારે આપણે હાફળા ફાફળા થઈ જઈએ છીએ. આપણે માત્ર એટલું જ કરવાનું છે કે કોઈપણ જાતની ખલેલ કર્યા વિના તેમની જિંદગી તેમને જીવવા દેવી અને આપણી જિંદગી આપણે જીવવી અને પોતાની જાત પર મહેનત નથી શોધી કાઢવુ કે હવે મારે શું કરવુ છે ?