Western Times News

Gujarati News

મેદસ્વી વ્યક્તિનું સ્વાસ્થ્ય: વજન ઉતારવું એ પણ કળા

ચરબી વધવામાં મુખ્ય કારણ આહારની અતિરેકતા અને ચરબીવાળો ખોરાક છે. આપણે ત્યાં પેટ ભરીને જમાડવાની અને જમવાની એક આદત ઘર કરી ગઈ છે. તેવી જ રીતે મેદવાળી વ્યક્તિ મેદ ઉતારવા માટે ચરબીવાળો ખોરાક છોડીને પ્રયત્ન કરે છે, પણ થોડા દિવસો સુધી કાંટો ઓછું વજન બતાવતો નથી ત્યારે જે કંઈ રૂચિ થાય તેવો ખોરાક એ લેવા માંડે છે.

માટે જ કહ્યું છે કે વજન ઉતારવું એ પણ કળા છે. એમાં ધીરજ જાઈએ સૌ પ્રથમ શરીરની વધેલી ચરબી બળવા માંડે એટલે પાચન થવા માંડે ત્યારે સીધું વજન ઉતરતું દેખાતું નથી, પણ ત્રણ-ચાર અઠવાડિયાઓની ધીરજ પછી વજનનો કાંટો પાછો ઘટવા માંડે છે. આજ પ્રમાણે સારૂં એવું ડાયટિંગ કર્યા પછી અને થોડું વજન ઉતર્યા પછી પાછો રસાસ્વાદ જાગૃત થાય છે અને તેને લીધે માનસિક ઉશ્કેરાટ એટલો બધધો વધી જાય છે કે ત્યારે માનવી ખોરાક ઉપર તૂટી પડે છે અને શાંતિ મેળવે છે. એ હકીકત છે કે માત્ર પોતાની જરૂરિયાતથી ઓછો ખોરાક માનવી લેવા માંડે તો વજન ઘટના માંડે છે.

એક ઔં સ ચરબીનો વધારો અને ૨૦ રતલ વજનઃ એક સ્વસ્થ વ્યક્તિ જે સાધારણ શારીરિક શ્રમ કરે છે તે જળગ્રામ કાર્બાેહાઈડ્રેટ, ૭૫થી ૧૦૦ ગ્રામ પ્રોટીન તથા એરબી જ ચરબી લે છે. જેની કેલરી ૨૧થી ૩ હજાર જેટલી થાય છે. વ્યક્તિ દરરોજ ચાલતો હતો તે ચાલવાનું બંધ કરે અને વાહનનો ઉપયોગ કરે અને શારીરિક શ્રમ પણ લેવાનું છોડી દેતો ચરબી વધવા માંડે છે. માનવી પોતાની આહારની જરૂરિયાત ઉપરાંત એક ઔં સ ચરબી નિયમિત રીતે રોજ લીધા કરે તો વર્ષમાં અંતે ૨૦ રતલ વજન વધ્યાના આંકડાઓ પ્રાપ્ત થયા છે. વધુ ચરબીવાળા પદાર્થાે જેવા કે માખણ, ઘી, પનીર, મલાઈ અને ગળપણનો વધુ પડતો ઉપયોગ ચરબી વધારી મૂકે છે. આ ચરબી લીવરમાં, હૃદયના ચરબીના પડમાં અને રક્તવાહિનીઓમાં જમા થાય છે. પરિણામે યકૃત-લીવર હૃદય અને રક્તવાહિનીઓ મોટી થતી જાય છે. આ રોગ વૃદ્ધિ પામે ત્યારે લોહીનું ઉંચુ દબાણ, મધુમેહ, હૃદયચૂળ, તથા મગજનો પક્ષાઘાત થવાનો પણ એટલો જ ભય રહે છે. સ્વસ્થ વ્યક્તિઓમાં હૃદય અને રક્તવાહિનીઓમાં વ ધુ ચરબી જમા થવાના કારણે થતા મૃત્યુના આંકડાઓમાં ૬૨ટકા મેદસ્વી વ્યક્તિઓના નોંધાવા પામ્યા છે.

ચરબીનો સોજા હૃદય ઉપરઃ મેદ-ચરબી વધુ વધવાના પરિણામે હૃદય પર જે અવિરત બોજા પડે છે તેની વધુ તપાસતા અંતે જાણવા મળ્યું છે કે શરીરની એક ઔસ ચરબીમાં જેટલી રક્તવાહિનીઓ છે, તેને સીધી લાઈનમાં ગોઠવવામાં આવે તો એક માઈલ જેટલી લંબાઈ થવાનો અંદાજ છે. આદર્શ વજનથી વધુ વજન ધરાવનારાઓની ચરબીમાં રક્તવાહિનીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે એ રક્તવાહિનીઓ સીધી લાઈનમાં મૂકવામાં આવે તો કેટલાય માઈલ સુધી પહોંચે તેનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ બને એ હકીકત છે. આ રક્તવાહિનીઓના રક્તપરિભ્રમણ માટે હૃદયને વધુ બોજા પડે છે એ હકીકત છે અમે એના જ પરિણામે મેદસ્વીને હૃદયરોગ થવાનો ભય વધુ હોય છે.

મેદસ્વી વ્યક્તિની જીવનમર્યાદાઃ એમ કહેવાય છે કે મેદસ્વી વ્યક્તિ ભાગ્યે જ લાંબુ જીવે છે. તે અંગેના ચકાસણીના આંકડા પણ કરે છે કે ૪૫ વર્ષની ઉંમરે જો આદર્શ વજનથી ૨૫ રતલ વજન વધુ હોય તો સરેરાશ ૬૦ વર્ષનું આયુષ્ય ગણવામાં આવે છે. નિયત કરેલાં આદર્શ વજનની આસપાસના વજનમાં ૧ ટકો ફેરફાર હોય તો, આયુષ્ય મર્યાદા પણ એક ટકો ઓછી આંકવામાં આવે છે આ જ રીતે આદર્શ વનજથી ૧૦ રતલ વજન વધુ હોય તો ૮ ટકા મૃત્યુપ્રમાણ વધુ. ૨૦ રતલ વધુ હોય તો ૧૮ ટકા, ૩૦ રતલ વજન વધુ હોય તો ૨૮ ટકા અને ૫૦ રતલ વધુ હોય તો ૫૬ ટકા જેટલી સરેરાશ આયુષ્યની અપેક્ષા રાખવામાં આવે છે.
મેદસ્વી વ્યક્તિઓને આ હૃદય કે રક્તવાહિનીઓના રોગો ઉપરાંત પિત્તાશયની પથરી, ગોલસ્ટોનના રોગનું સામાન્ય વ્યક્તિ કરતાં બમણું પ્રમાણ જાવા મળ્યું છે. વળી વાના દર્દાે, સંધીવા, છાતીની નબળાઈ, કફ-શબ્દીનો ઉપદ્રવ વગેરે રોગોનું કારણ પણ વધુ પડતાં મેદ-ચરબીને માનવામાં આવે છે. મેદો વૃદ્ધિ ઘણી વખત વારસાગત પણ જાવામાં આવે છે. આ વારસાગત વૃદ્ધ જન્મજાત હોય છે કે કુટુંબમાં અમુક પ્રકારની ખાવાની ટેવને લીધે છે, એનો નિર્ણય થઈ શકતો નથી. આ ઉપરાંત ગળાની થાઈરોઈડ ગ્રંથિના ઓછા સ્ત્રાવના પરિણામે પણ ચરબી વધે છે. આ ઉપરાંત એક ચરબી ઉમરે અને ઉંચાઈએ એકસરખો ખોરાક રાખવામાં આવે તો એકમાં ચરબી વધે છે અને બીજામાં વધતી નથી એવું જાવાયું છે, કારણ એ કે એકનો આહાર પચી જાય છે. જ્યારે બીજામાં ખોરાકનો થોડો જથ્થો પડી રહી તેં ચરબીમાં રૂપાંતર થાય.

મેદહર અને વજન નિયામક ટીકડીઃ નવક ગુગળ ૧૨૧ મિ.ગ્રા.તૂઅનાદિ લોહ ૩૦ મિ.ગ્રા. ગોમૂત્ર-ધન ૩૦ મિ.ગ્રા ત્રિફળા ગુગળ, ૧૨૧ મિ.ગ્રા.ગેમ્બેગો પમિ.ગ્રાહ.

ઉપયોગઃ અનેક લાક્ષણિક કસોટીઓ (ક્લિનિકલ ટ્રાયલ્સ)ની ફળશ્રુતિ પછી આ ટીકડી વજન ઘટાડવા માટે અકસીર માલૂમ પડી છે તે આયુર્વેદિક વનશ્રીના ઔષધોનું અંમિશ્રણ હોવાથી અસરકારક, હાનિરહિત, નિર્દાેષ અને અકીસર છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળી મેદને કાપે છે. આનામાં એવો ગુણ છે કે માણસને તેથી જરાયે અશાંતિ નથી વર્તાતી બલ્કે તે સ્ફૂર્તિ અનુભવે છે. વજન ઘટાડા માટે આતુર એવી વ્યક્તિઓ માટે આ ઔષધ ખૂબ જ ઉપયોગી છે. આ ટીકડીમાંનુ ત્રિફળ ગુગળ વજન ઘટાડવા માટે ખૂબ પ્રભાવી નિવડ્યું છે. તે લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ તથા ધમની કોઠીન્ય (આર્ટીયોસ્કેલેરોસીસ) સાથે સીધો સંબંધ હોઈ ત્રિફળા ગુગળનાં આ ગુણધર્મ મહત્ત્વનો છે. આનાથી થતો વજન ઘટાડો એ આયુષ્ય વધારો કરનારુ નીવડે છે. વધુ પડતી જાડી વ્યક્તિ બહારથી સ્થૂળ અને બેડોળ દેખાય છે. એટલું જ નહીં પણ આંતરિક રીતે થતી મેદની જમાવટએ તેથી પણ વધુ ગંભીર લેવાય છે.

આયુર્વેદ અને તબીબી મત પ્રમાણે શરીરનું વધારાનું વજન હૃદય ઉપર બોજા નાંખે છે. રક્તવાહિનીઓની દિવાલો ચરબીના ભરાવાના કારણે સાંકડી બની જાય છે. પરિણામે દર્તી હૃદયરોગનો ભોગ બને છે. શરીરનું વધારાના વજનને લીને કમર, નિતંબ અને ઘૂંટવાના સાંધાઓ ઉપર વધારે વજન બોજા પડે છે. સરવાળે શરીરના આ સાંધાઓનો ઘસારો પડતાં તેની ચાલક ક્ષમતા ઘટે છે. અને કમર ઘૂંટણ વગેરેના સાંધાના દુઃખાવાનો દર્દ ભઓગ બને છે.

આ ઉપરાંત વધારાનો મેદ, હૃદયવારીકાતંત્ર, યકૃત, મૂત્રપિંડ અને જનનતંત્રને પણ લાંબેગાળે ખતરનાક નીવડે છે. શરીરનું વધારાનું વજન નક્કી કળ ઔષધિની સેદનવિધિ શરૂ કરો. દરેક અઠવાડિયે એક જ કાંટા પર એક જ કપડામાં એક જ સમયે વજન કરીને જ પ્રમાણો પેટ અને નિતંબનું માપ માપો. ડાયાબીટીસ, હાઈપર ટેન્શનવાળા દર્દીઓમાટે આ ઔષધ સલામત છે. આ ઔષધથી ભૂખ ઓછી થતી નથી. મેદવર્ધનના ચાર ચઢતા સોપાનો છે. (૧) રુવદર્શક (૨) સંતોષક (૩) દયાજનક (૪) ભયજનક ત્રીજુ અને ચોથું સોપાન ચઢતા પહેલાં આ ટીકડીનું નિયમિત સેવન કરો. આ ટીકડી ચોથાથી પહેલાં પગથીયે લાવી તેમને અશક્ત, ઘાટીલા અને સુંદર બનાવી શકે છે. આ ટીકડીનું નિયમિત સેવન ક્રમશઃ વજન કાપ કરી જીવનને નવી ઝમક આપે છે. તે પ્રભાવી, નિર્દાેષ અને મામક ઔષધ છે. મેદસ્વી વ્યÂક્તઓમાં મેદ ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.