સચિનના પોસ્ટર પર કાળી શાહી રેડાઈ, ફડનવીસે કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર કેમ ચૂપ છે?
નવી દિલ્હી, ખેડૂત આંદોલન મુદ્દે પોપ સિંગર રિહાના અને પર્યાવરણવાદી ગ્રેટા થાનબર્ગને જવાબ આપીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે એક વર્ગનો રોષ વ્હોરી લીધો છે.
કેરાલામાં તો યુવક કોંગ્રેસે સચિનના પોસ્ટર પર કાળી શાહી રેડી હતી અને વિરોધ કર્યો હતો.જોકે મહારાષ્ટ્રમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.વિરોધ પક્ષના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્ર સરકારને નિશાના પર લીધી છે.
ફડનવીસે સચિનના પોસ્ટર પર શાહી રેડવાના કૃત્યનો વિરોધ કરીને કહ્યુ છે કે, માત્ર મહારાષ્ટ્ર અને મરાઠીઓ માટે જ નહી દેશ માટે સચિન ગૌરવ સમાન છે.તેમનુ આ પ્રકારનુ અપમાન મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર કેવી રીતે સહન કરી લેશે.
ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રના એક સંગઠન સંભાજી બ્રિગેડે ખેડૂતો પર આપેલા નિવેદન બદલ સચિનને અપાયેલો ભારત રત્ન પાછો લેવાની માંગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સચિને કહ્યુ હતુ કે, બહારના લોકોએ ભારતના મામલાને એક દર્શક તરીકે જોવો જોઈએ અને તેમાં હસ્તક્ષેપ કરવાની કોશીશ કરવી જોઈએ નહીં.ભારતના લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવાનુ જાણ છે.ભારતની સ્વાયત્તા સાથે કોઈ સમાધાન હોઈ શકે નહીં.