Western Times News

Gujarati News

સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે IASને મહારાષ્ટ્રના રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત

(માહિતી) વડોદરા, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળીના મૂળ વતની શ્રી બિપિનકુમાર શ્રીમાળી ૧૯૯૨ બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં વિવિધ પદ પર ફરજ બજાવી હાલ મહાત્મા ફૂલે નવીનીકરણીય ઉર્જા અને પાયાભૂત સુવિધા કંપની, “મહાપ્રિત” (મહારાષ્ટ્ર સરકાર નું પબ્લિક અંડર ટેકિંગ) તેમજ તેની સુત્રધારી કંપની સ્ઁમ્ઝ્રડ્ઢઝ્ર ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.

શ્રી બિપીનકુમાર શ્રીમાળીને સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશયારીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૯ માં એક વર્ષ માટે તેઓ ેંજીછ માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં નવીનીકરણીય ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહન (રિન્યૂએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી) પર ઉચ્ચ અભ્યાસ અર્થે હતા . “મહાપ્રિત” કંપની સોલાર પાવર પ્રોજેક્ટસ , ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ , સોફ્ટ વેર ટેકનોલોજી પાર્ક , હાઈવે બાંધકામ , ગૃહનિર્માણ અને અલ્ટરનેટિવ એનર્જી – બાયો ફયુઅલ્સ વગેરે ક્ષેત્રોમાં કાર્યરત છે.

તેઓ મહારાષ્ટ્ર ના બીડ જિલ્લા માં જિલ્લા પરિષદ અને નંદુરબાર જિલ્લામાં કલેક્ટર હતા. તેઓ એ વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ,મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ કોર્પોરેશન અને  સચિવ ૨૦૧૪ સુધી ફરજ બજાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.