સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયું જળમગ્ન
(એજન્સી)ગીર સોમનાથ, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બેકાબૂ બની છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા પ્રાચી તીર્થ માધવરાયજી મંદિર જળ મગ્ન થયુ છે. માધવરાયજી મંદિરના ૮ ફૂટ સુધી પાણી પહોંચ્યું છે.
બીજી તરફ ગીર સોમનાથના હિરણ-૨ ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. તાલાલા ગીર પંથકમાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ૪ દરવાજા ૦.૪ મીટર ખોલીને નદીમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. તાલાલાના ૩ અને વેરાવળ, પ્રભાસ પાટણના ૧૧ ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. ગામના લોકોને નદીના કિનારે નહીં જવા સૂચના આપવામાં આવી છે.