સરસ્વતી વિદ્યામંદિર જંબુસર દ્વારા સામાયીક કસોટી સ્થગિત રાખવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે આવેદનપત્ર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જુલાઈ ૨૦૨૦ ના અંતમાં ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓની સામાયીક કસોટી લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.જે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સામાયીક કસોટી સ્થગિત રાખવા અંગે જંબુસર ટીપીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચના અને માર્ગદર્શન અનુસાર ગુજરાતભર માં આજરોજ એક સાથે દરેક જીલ્લા તથા તાલુકા કક્ષાએ હોમ લર્નિંગ મૂલ્યાંકન અંગેની ધોરણ ૩ થી ૧૨ ની સામાયીક કસોટી સ્થગિત કરવા બાબતે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હોય તે અનુસંધાને સરસ્વતી વિદ્યામંદિર જંબુસર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર મંત્રી અનિલભાઈ ગાંધી,પ્રધાનાચાર્ય મનોજભાઈ રામી સહિત શિક્ષક મિત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ શોશ્યલ ડિસ્ટન્સ માસ્કના પાલન સાથે ટીપીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ૧૨/૨/૨૦ ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા રાજયમાં એક સમાન અભ્યાસક્રમ અને એક સમાન કસોટીના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો.તે સમય સંજોગો જોતાં એ યોગ્ય નિર્ણય હતો.પરંતુ વર્તમાન કોવીડ ૧૯ મહામારી ના સંક્રમણના સંકટકાળ મા એ ઠરાવ સંદર્ભે ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સમય કસોટી લઈએ તો મૂળ ઉદ્દેશ્ય કોઈ રીતે જળવાય તેમ નથી.આ કસોટી લેવા જતાં સ્વાસ્થ્ય ને લગતી તથા સામાજીક અને શૈક્ષણિક એવી અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય તેવું છે.દેશમાં Niit અને jii જેવી મહત્વની તથા ઉચ્ચશિક્ષણ તમામ પરીક્ષાઓ પાછળ ઠેલાઈ છે.આ સહિત સામાયિક કસોટીમાં જે એચ ઓ ટી અભિગમ અપનાવવાનો છે.
તે વિદ્યાર્થીઓ માટે જાણીતો નથી તે આ પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટે વિદ્યાર્થી તાણ અનુભવશે આ સહિત અનેક કારણોસર સામાયીક કસોટી સ્થગિત કરવામાં આવે તેમ જણાવ્યું હતું.