સસ્પેન્સ થ્રિલર “લંડન ફાઈલ્સ” સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં અર્જુન રામપાલ, પૂરબ કોહલી

વૂટ સિલેક્ટ પર અર્જુન રામપાલ અને પૂરબ કોહલી સાથે સસ્પેન્સ, ડ્રામા અને થ્રિલની રોચક સવારી કરવા માટે તૈયાર થઈ જાઓ
~ સચિન પાઠકની અને જાર પિક્ચર્સ દ્વારા નિર્મિત સસ્પેન્સ થ્રિલર સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં અર્જુન રામપાલ, પૂરબ કોહલી, મેધા રાણા, ગોપાલ દત્ત અને સપના પબ્બી છે ~
વિવિધ પ્રકારની ફિલ્મો અને શોની તેની અપવાદાત્મક કન્ટેન્ટ લાઈબ્રેરી, જેમાં અમુક સફળ ઓરિજિનલ સિરીઝનો પણ સમાવેશ થાય છે તેની સાથે વાયાકોમ18ની ડિજિટલ ઓફરિંગ વૂટ સિલેક્ટ ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા સ્ટ્રીમિંગ મંચમાંથી એક તરીકે ઊભરી આવી છે.
તેની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરતાં મંચ તેની અજોડ શ્રેણીઓમાં લંડન ફાઈલ્સ નામે ઓરિજિન સિરીઝનો રોમાંચક ઉમેરો કરવા માટે સુસજ્જ છે. સસ્પેન્સ થ્રિલર પ્રકારને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જતાં લંડન ફાઈલ્સમાં મુખ્ય ભૂમિકામાં દેખાવડા અર્જુન રામપાલ અને પૂરબ કોહલી સાથે અન્ય કલાકારોનો સમાવેશ થાય છે.
છ એપિસોડમાં આ સિરીઝ દર્શકોને રૂવાડાં ઊભાં કરનારા પ્રવાસે લઈ જશે, ડ્રામા અને સસ્પેન્સ સાથે તેઓ બેઠક સાથે જકડાઈ રહેશે. શો હવે ફક્ત વૂટ સિલેક્ટ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે!
યુનાઈટેડ કિંગડમની પાર્શ્વભૂમાં સ્થાપિત લંડન ફાઈલ્સ હોમિસાઈડ ડિટેક્ટિવ ઓમ સિંહનો પ્રવાસ બતાવાયો છે, જે ભૂમિકા અર્જુન રામપાલ ભજવી રહ્યો છે. લંડન શહેરમાં એક ગુમ વ્યક્તિનો કેસ હાથમાં લેતાં તેના જીવનમાં ચોંકાવનારો વળાંક આવે છે. ભીતરના દાનવ સાથે સંઘર્ષ કરતાં ઓમને મિડિયા દિગ્ગજ અમર રોયની ગુમ પુત્રીનો કેસ લેવાની ફરજ પાડવામાં આવે છે.
પૂરબ કોહલી ભજવી રહ્યો છે તે અમર બેવડું ધોરણ ધરાવે છે. તે ક્રૂર એન્ટી- ઈમિગ્રેશન બિલને ટેકો આપે છે. ઓમ કેસની તપાસમાં આગળ વધે છે તેમ અંધકારમય રહસ્યો બહાર આવે છે, જેમાંથી એક અમુક દટાયેલાં રહસ્યો અને ઓમનો દબાયેલો ભૂતકાળ બહાર લાવવાનો ખતરો ઊભો કરે છે.
આ રોચક ડ્રામા સિરીઝ સચિન પાઠક દ્વારા દિગ્દર્શિત અને જાર પિક્ચર્સ દ્વારા નિર્મિત હોઈ તેમાં મેધા રાણા, ગોપાલ દત્ત, સપના પબ્બી, અદિલ ઝુબેર, સાગર આર્ય, વોરન પાલ્મેર અને ઈવા જેન વિલિસ મુખ્ય ભૂમિકામાં છે. શોનો રોચક સ્ક્રીનપ્લે પ્રતીક પાયોધીનો છે ત્યારે ઉત્તમ સિનેમાટોગ્રાફી કરવાનું શ્રેય અરુણ કુમાર પાંડેને જાય છે.
લંડન ફાઈલ્સમા પાત્ર વિશે અર્જુન રામપાલ કહે છે, “મારી તૈયારીની પ્રક્રિયા શબ્દોમાં કહેવાનું બહુ મુશ્કેલ છે. હું એટલું જ કહેવા માગું છું કે ઓમ સિંહ બહુ જ બારીકાઈભર્યું ધારદાર પાત્ર છે, જે ખોજ અને અનુભવ કરવાનું અદભુત છે. સચિને શોમાં બધાં જ પાત્રોને બહુ જ સુંદર રીતે હાથ ધર્યાં છે. તેણે અમારા બધાને માટે અત્યંત વાસ્તવલક્ષી જીવન નિર્માણ કર્યું છે.
અમે બધા તેનો અને તેના શોનો હિસ્સો બની ગયા છીએ. ઓમ પાત્ર તરીકે અત્યંત ઉપભોગી છે અને મને તેના દ્વારા પોતાને ઉપભોગ કરવાનું ગમ્યું. અમે કશુંક નવું બનાવવા પ્રયાસ કર્યો છે, જેથી મને ખાતરી છે કે અમારા દર્શકોને તે અનુભવવાની મજા આવશે. હું તેમની પ્રતિક્રિયા જોવા માટે ભારે ઉત્સુક છું.”
અભિનેતા પૂરબ કોહલી ઉમેરે છે, “હું લંડન ફાઈલ્સ બાબતે બહુ રોમાંચિત છું. ટ્રેલરને મળેલો પ્રતિસાદ બહુ સુખદ હતો. ઉપરાંત અમર રોય તરીકે લોકો મારા લૂકની સરાહના કરી રહ્યા છે તેની ખુશી છે. આ સર્વ શ્રેય મેકઅપ અને સ્ટાઈલિંગ ટીમને જાય છે, જેમણે ખરેખર સમજીવિચારીને જરૂર પ્રમાણે પાત્રનો લૂક બનાવ્યો છે.
પ્રતીક (લેખક) અને સચિન (દિગ્દર્શક)નો અમર માટે ધ્યેય નિશ્ચિત જ અભિનંદનને પાત્ર છે. અમર આ સસ્પેન્સ થ્રિલરમાં નકારાત્મક પાત્ર છે. ભૂતકાળનાં ઘેરાં રહસ્યો સાથેનો તે મિડિયા દિગ્ગજ છે, જે તેણે જેને માટે સખત મહેનત કરી છે તે બધું જ બરબાદ કરવાની સંભાવના ધરાવે છે અને તે રહસ્યો દટાયેલાં રહે તે માટે કોઈ પણ હદે જવા માગે છે.
ભારતમાં વૂટ સિલેક્ટની ઈટ્સ નોટ ધેટ સિંપલ સાથે ભારતમાં ઓટીટી પ્રવાસ શરૂ કર્યા પછી મને લંડન ફાઈલ્સ સાથે સ્ટ્રીમિંગ મંચ પર પાછા આવવાની ખુશી છે. અને નિખાલસતાથી કહું તો લોકો આ સિરીઝ માણશે એવી આશા છે.”
“લંડન ફાઈલ્સની સ્ક્રિપ્ટ લખતી વખતે મેં રહસ્યમય છતાં આશ્ચર્યજનક પાત્રોની માનસિકતા પર વધુ ભાર આપ્યો છે. ઓમ સિંહ તમને હચમચાવશે અને આંચકો આપશે. ડિટેક્ટિવોને મોટે ભાગે બહુ હોશિયાર તરીકે બતાવવામાં આવે છે, પરંતુ તે સુપરપાવરમાં એક પદ્ધતિ છે. અર્જુન સરે તે બહુ જ ઉત્તમ રીતે નિભાવ્યું છે.
તે લોહી નિંગળતાં દ્રશ્યોનો સર્વે કરતી વખતે તેણે દરેક બારીકાઈને શોષી લીધી છે. પૂરબ સરનું પાત્ર તમને અચંબામાં મૂકશે. મેધા બહુ જ સઘન છે. ગોપનીય અમર તમને ઉછાળશે અને તમને ડરાવનારી મૂંઝવણમાં મૂકી દેશે. ગોપાલનું જ્ઞાન અને નફ્ફટાઈ બેજોડ છે.
વધુ જાહેર કર્યા વિના હું ખાતરી આપું છું કે આ રહસ્યમય, આતંકી અને વિચિત્ર ઘટનાક્રમો દર્શકોને જકડી રાખશે. આ સિરીઝને સુંદર ટેકો આપવા માટે જાર પિક્ચર્સનો આભારી છું. વૂટ સિલેક્ટ દર્શકોને એકધારી રીતે આ સિરીઝ માણવા અને તેમને રોચક અનુભવ આપવામાં મદદ કરી રહી છે,” એમ ડાયરેક્ટર સચિન પાઠકે જણાવ્યું હતું.