સાબરકાંઠા જીલ્લામાં પોલીયો અભિયાનના શ્રી ગણેશ
(પ્રતિનિધિ)પ્રાંતિજ, ભારતભરમાંથી પોલીયો નાબૂદ કરવાના સરકારના અભિગમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે સાબરકાંઠા જિલ્લામાં પોલીયો વિરોધી રસીકરણ અંતરગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયો વિરોધી રસી આપવાના ત્રિદિવસીય રસીકરણ ઝૂંબેશનો શુભારંભ આજે રવીવારના દિવસથી સવારથી જ આરોગ્ય કર્મચારીઓની ટીમો તેમજ આશાકાર્યકરોની સંયુક્ત ટીમોને જે-તે વિસ્તારના આરોગ્ય કેન્દ્રો,પેટા આરોગ્ય કેન્દ્રો દ્વારા ગામે ગામ રસીકરણના શ્રી ગણેશ કરી પોલીસો સામે આરક્ષણ આપવાના અભિયાનને જબરજસ્ત વેગીલું બનાવી દીધું છે.
પ્રાંતીજ તાલુકાના ફતેપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારી ડો.નિશિત શાહ દ્વારા સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવી સમયસર રસીકરણ કાર્યવાહી લોકસંપર્ક દ્વારા જાગૃતિ લાવી પોલીયો બુથો પર પ્રચાર પ્રસારની સુંદર વ્યવસ્થા કરતા લાભાર્થીઓ પોતાના ભૂલકાઓને પોલિયો વિરોધી રસીકરણ ઝૂંબેશમાં ઉત્સાહભેર ભાગ લેતા આ રાષ્ટ્રીય કામગીરી ને ઓર વેગ મળી રહ્યો છે,ફતેપુર વિસ્તારના ગામડાઓમાં અને સમગ્ર વિસ્તારમાં આરોગ્યના શૈલેષ નાયી,કિર્તીભાઈ પટેલ,પ્રિયંક દેસાઈ સહિતના આરોગ્ય કર્મચારીઓની ખડેપગે રહી રસીકરણ ઝુંબેશને વેગીલી બનાવી રહ્યા છે.આજે સવારે ફતેપુર આરોગ્ય કેન્દ્રના નનાનપુર ગામે આંગણવાડીના નનાનપુર ગામના ડે.સરપંચ જનક કુમાર પટેલ દ્વારા ભૂલકાઓને રસીકરણના ટીપાં પીવડાવી રસીકરણના શ્રી ગણેશ કરાવવામાં આવ્યા હતા.