Western Times News

Gujarati News

સાબરડેરી ૧૮૯ ભરતી પ્રકરણ : CID ક્રાઈમની તપાસની માંગ સાથે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપતી કિસાનસભા

અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં ખેડૂતો, પશુપાલકોના હક્ક માટે લડાઈ લડતી અખિલ ભારતીય કિસાનસભા અરવલ્લી જીલ્લા સમિતિએ  મંગળવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને જીલ્લા કલેક્ટર સમક્ષ સાબરડેરીમાં થઈ રહેલ ભરતી પ્રક્રિયાની સીઆઈડી ક્રાઈમ મારફતે તપાસ કરવામાં આવે અને અત્યારની પ્રક્રિયા રદ કરી નિવૃત સચિવ અથવા કલેકટરની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની રચના કરવામાં આવે અને એસ.સી, એસટી અને ઓબીસીની જગ્યાઓ માટે અનામત ફાળવવામાં આવે અને બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવેની માંગ કરી હતી

અખિલ ભારતીય કિસાન સભાના અરવલ્લી જીલ્લા સમિતિના પ્રમુખ ભલાભાઈ.એસ.ખાંટ,મંત્રી સોમાભાઈ. એસ. તબીયાડ , ઉપપ્રમુખ રાકેશ પરમાર, ડાહ્યાભાઈ જાદવ સહીત કિસનસભાના સદસ્યોએ જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, સાબરડેરીમાં ૧૮૯  જગ્યા માટે હાથધરાયેલ ભરતી પ્રક્રિયામાં રૂ.૧૫ થી ૨૦ લાખનો ભાવ ચાલતો હોવાની કીર્તિ પટેલ અને સાબરડેરીના એમ.ડી. સાથેની વાતચીતનો ઓડિયો કલીપ વાઈરલ થઈ હતી જેથી સીઆઈડી ક્રાઈમ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ હાથધરવામાં આવે અને હાલની ભરતી પ્રક્રીયા રદ કરવામાં આવે તથા ડિરેકટરોની આમાં કોઈ ભૂમિકા નીકળે તો ૧૦ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવેની માંગ કરી હતી અને નવેસરથી ભરતી પ્રક્રીયા કરવામાં આવે તેમજ ટેકનિકલ સ્ટાફ સિવાયની ભરતીમાં દૂધ મંડળીઓના અનુભવી સ્ટાફ માંથી નિમણુંક આપવામાં આવેની રજુઆત કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.