Western Times News

Gujarati News

ઝઘડિયાની મુલદ ચોકડી પરથી LCBએ ૧૨,૭૪,૪૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો ઝડપ્યો

એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા વાહનોની તપાસ દરમ્યાન ઈંડાની ટ્રે નીચે  સંતાડી લાવતી બિયરની ૨૯૦ પેટી મળી આવી.

અલગ અલગ બ્રાન્ડની ૪૦૬૮ બિયરની બોટલો જેની કિંમત ૧૨,૭૪,૪૦૦ તથા ટેમ્પાની કિંમત મળી કુલ રૂ.૧૭.૮૬.૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે.

ભરૂચ: ભરૂચ જિલ્લા એલસીબીએ ઝઘડિયા ની મુલદ ચોકડી પરથી બાતમીના આધારે વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી તેના આધારે વાહન તપાસ કરતા એક ટેમ્પામાં ઈંડાની ટ્રે ની નીચે બિયરનો જથ્થો સંતાડી લઇ જવાતો હતો.એલસીબીએ અલગ અલગ બાન્ડની બિયરની ૨૯૦ પેટીઓ જેમાં ૪૦૬૮ જેટલી બોટલો જેની કિંમત ૧૨,૭૪,૪૦૦ તથા એક આઈસર ટેમ્પો મળી કુલ રૂ. ૧૭,૮૬,૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ટેમ્પા ચાલાક અને ક્લિનરની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આગામી ૩૧ ડિસેમ્બરને લઈ મોટા પાયાએ વિદેશી શરાબની હેરાફેરી થવાની આશંકાએ વડોદરા રેન્જ મહાનિર્દેશક,જિલ્લા પોલીસ અધિકક્ષકની સૂચના ના આધારે જિલ્લામાં દારૂ, જુગારની બદીઓ નેસ્ત   નાબૂદ કરવા ડ્રાઈવ ચલાવાઈ રહી છે.જિલ્લા એલસીબી ગત રોજ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક આઈસર તેમમાં વિદેશી શરાબની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે.

એલસીબીને વાહન તપાસની દરમ્યાન મુલદ ચોકડી પરના સર્વિસ રોડ પર એક આઈસર ટેમ્પાની તપાસ કરતા તેમાં ઈંડાની ટ્રે ભરેલ હતી એલસીબીને શંકા જતા તેની નીચે તપાસતા વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો.એલસીબીએ ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડની ૨૯૦ બિયરની પેટીઓ કબ્જે કરી હતી જેમાં ૪૦૬૮ નંગ બોટલો જેની કિંમત ૧૨,૭૪,૪૦૦ તથા ટેમ્પાની કિંમત મળી ૧૭,૮૬,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે સાથે ટેમ્પાના ડ્રાઈવર કંડક્ટરની પણ ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. એલસીબીએ ટેમ્પાના ચાલક (૧) મુકેશ વર્ધીચંદ જયસ્વાલ ગાંધી પ્લેસ ઇન્દોર મધ્યપ્રદેશ (૨) ગણેશ સવાઈસિંગ મોરી રહે. નેમાવર-દેવાસ મધ્યપ્રદેશ ની વિરૃદ્ધ ગુનો ઝઘડિયા પોલીસ મથકમાં દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.