Western Times News

Gujarati News

સિંગર કુમાર સાનુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

મુંબઈ: જાણીતા ગાયક કુમાર સાનુ ઉર્ફે કેદારનાથ ભટ્ટાચારાયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ફરજિયાત ક્વોરેન્ટાઈન થયા છે. સાનુ તેમના પરિવારને મળવા ૧૪ ઓક્ટોબરે લોસ એન્જલસ જવા રવાના થવાના હતા. અમારા સહયોગી બોમ્બે ટાઇમ્સ સાથે તાજેતરમાં થયેલી એક વાતચીતમાં, લોકડાઉન દરમ્યાન સતત કામ કરતા સાનુએ જણાવ્યું હતું કે તેઓ નવ મહિનાના લાંબા સમયગાળા પછી તેમના પરિવાર સાથે રહેવા લોસ એન્જલસની યાત્રા કરશે. તેમણે કહ્યું હતું કે, હું લાંબા સમયથી મારી પત્ની સલોની, પુત્રી શેનોન અને અન્નાબેલ સાથે રહેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને હવે આખરે હું ૨૦ મી ઓક્ટોબર, મારો જન્મદિવસ તેમની સાથે પસાર કરીશ. સાનુએ એમ પણ કહ્યું હતું કે ડિસેમ્બરની શરૂઆતમાં તેમની પત્નીનો જન્મદિવસ ઉજવ્યા પછી તેઓ મુંબઈમાં કામ પર પાછા આવશે.

જો કે, હવે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેઓએ આ મુલાકાત રદ કરવી પડી છે. સૂત્રો કહે છે કે બીએમસીએ ફરજિયાત સાવચેતીના પગલા તરીકે તેઓ જે ફ્લોર પર રહે છે તેને સીલ કરી દીધું હતું. લોસ એન્જલસ સ્થિત તેમની પત્ની સલોનીએ જણાવ્યું હતું કે, ‘જો તેમને બરાબર લાગે તો તેઓ ૮ નવેમ્બરે યુએસ આવશે. હમણાં તે ફરજિયાત ક્વોરેન્ટાઈન હેઠળ છે. તેઓ છેલ્લા નવ મહિનાથી અમને મળવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો તેઓ અહીં ન આવી શકે તો તેમનો પરિવાર તેની સાથે આગામી બધા તહેવારોની ઉજવણી કરવા માટે મુંબઈ આવશે. સાનુએ થોડા દિવસો પહેલા જણાવ્યું હતું કે, કે તેઓ લોસ એન્જલસમાં દુર્ગાપૂજાની ઉજવણી માટે તૈયારી કરી રહ્યા છે. આ તહેવારનો અર્થ સાનુ દા માટે ખૂબ જ મોટો છે.

‘આપણા બંગાળીઓ માટે દુર્ગાપૂજા મુખ્ય અને સૌથી મોટા તહેવાર છે. લોસ એન્જલસમાં પણ પૂજા યોજવામાં આવે છે, જોકે આ વર્ષે પરિસ્થિતિ શું હશે તે મને ખબર નથી. હું મારી પત્ની અને બે પુત્રી સાથે પૂજા કરવા જઈશું. હું નવ મહિનાથી મારી પુત્રીઓ અને મારી પત્ની સલોનીને મળવાની રાહ જોઈ રહ્યો છું. સાનુ દાએ ૩૦ ભાષાઓમાં ૨૧૦૦૦ જેટલા ગીતો રજૂ કર્યા છે. વર્ષ ૧૯૯૩માં તેમણે એક જ દિવસમાં ૨૮ ગીતો રેકોર્ડ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે હજુ પણ અણનમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.