સિંઘમની અભિનેત્રી કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા
મુંબઈ, સિંઘમ ફિલ્મની એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ૨૦૨૦માં પ્રભુતામાં પગલાં પાડીને જીવનની નવી શરૂઆત કરી હતી. ત્યારથી કાજલ પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. કાજલે બિઝનેસમેન ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા છે. છેલ્લા થોડા અઠવાડિયાથી કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ હોવાની અટકળો ફિલ્મી દુનિયામાં ચાલી રહી છે.
હાલમાં જ કાજલે સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે જેમાં તે પોતાની ફ્રેન્ડ અને તેના બાળકો સાથે પોઝ આપતી જાેવા મળે છે. ફોટોમાં કાજલને જાેઈને લોકોએ ફરી એકવાર તેની પ્રેગ્નેન્સીની ચર્ચા શરૂ કરી છે. કાજલ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે ફોટો શેર કર્યા છે જેમાં તે પોતાની ફ્રેન્ડ અને તેના બાળકો સાથે હળવાશનો સમય માણતી જાેવા મળે છે. આ દરમિયાન કાજલે બોડી હગિંગ ડ્રેસ અને કોટ પહેર્યો છે.
પરંતુ આ દરમિયાન લોકોનું ધ્યાન કાજલના વધેલા પેટ પર પડ્યું. ફોટોમાં કાજલનો નાનકડો બેબી બંપ જાેવા મળી રહ્યો છે. આ જાેઈને લોકો અંદાજાે લગાવી રહ્યા છે કે કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ છે. જાેકે, આ અંગે કાજલ કે તેના પતિ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એવામાં ફેન્સ આશા રાખી રહ્યા છે કે, તેઓ જલદી જ આ ગુડ ન્યૂઝને દુનિયાની વચ્ચે મૂકી દે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો, કાજલે પોતાના બધા જ વર્ક કમિટમેન્ટ પૂરા કરી દીધા છે અને હવે તે પ્રેગ્નેન્સીના તબક્કાને માણવા માગે છે. ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ કાજલ અને ગૌતમે ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ વર્ષે કપલે લગ્નની પહેલી એનિવર્સરી પણ ઉજવી હતી. એનિવર્સરી પર કાજલે પતિ સાથેની સુંદર તસવીર શેર કરીને લખ્યું હતું, “‘મારે તને આ ડોગનો વિડીયો બતાવો છે, શું તું જાગું છું?’ અડધી રાત્રે તું મારા કાનમાં આવું કહે છે છતાં હું તને પ્રેમ કરું છું.
તારા જીવનમાં ઘટેલી સૌથી સારી ઘટના તરફથી તને પહેલી એનિવર્સરીની શુભેચ્છા. જણાવી દઈએ કે, લગ્ન પહેલા કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલૂ સાત વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્ન બાદ તેઓ ફોરેન ટ્રીપ પર ગયા હતા. જે બાદ કાજલ કામ પર પરત ફરી હતી. સોશિયલ મીડિયા પર અવારનવાર કાજલ અને ગૌતમનું ક્યૂટ બોન્ડિંગ જાેવા મળે છે.SSS