Western Times News

Gujarati News

હરનાઝ સંધુનો ડ્રેસ ડિઝાઇન કરનાર સાઇશા ટ્રાન્સજેન્ડર છે

નવી દિલ્હી, ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવી ભારતની ગૌરવ વધાર્યું છે. ઇઝરાયેલના એલાત ખાતે યોજાયેલ ૭૦મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં હરનાઝ સંધુએ ભારતને આ ગૌરવ અપાવ્યું હતું. સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં લોકો અને મીડિયાનું ધ્યાન હરનાઝ સંધુના બિંજ સિલ્વર ગાઉન પર હતું.

આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. આ ગાઉનને ખ્યાતનામ ફેશન ડિઝાઈનર સાઇશા શિંદેએ ડિઝાઇન કર્યું હતું. ફેશન ડિઝાઇનર સાઈશા શિંદે થોડા મહિના પહેલા સ્વપ્નિલ શિંદે તરીકે ઓળખાતી હતી. તેણે જાન્યુઆરીમાં પોતાને ટ્રાન્સ વુમન ગણાવીને હતી અને પોતાનું નામ સાઈશા રાખ્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેણે પોતાનું લિંગ પરિવર્તન કર્યું હતું. તે સમયે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની હકીકત લોકો સુધી પહોંચાડી હતી.

તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે, તે વર્ષોથી પોતે સમલૈંગિક પુરુષ હોવાનું વિચારતી હતી, પરંતુ બાદમાં તેને પોતે ટ્રાન્સજેન્ડર મહિલા હોવાની વાતનો ખ્યાલ આવતા તેણે આ વાત લોકો સામે લાવવાનો ર્નિણય કર્યો હતો. સાઈશા શિંદેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઉલ્લેખ કર્યો હતો કે, તે બાળપણથી બાકીના છોકરાઓથી અલગ હતી. જેના કારણે તેને ચીડવવામાં આવી હતી. તે પોતે આ વાતથી નારાજ રહેતી હતી, પરંતુ તે સમયે તેને કંઈ સમજાયું નહીં.

તેને એકલતા અને ગૂંગળામણનો અનુભવ થતો હતો. આ સાઇશા શિંદેના કિસ્સાએ ઘણા લોકોને મુક્તપણે જીવવા માટે પ્રેરિત કર્યા છે. તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના ટ્રાન્જીશનથી તે ખૂબ જ ખુશ છે.

તેણે મિસ યુનિવર્સના અંતિમ રાઉન્ડ પહેલા જણાવ્યું હતું કે, જ્યારે પણ મિસ યુનિવર્સ સ્પર્ધા થાય છે, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ જાઉં છું અને આ વખતે આપણે જે સ્પર્ધક મોકલી છે, તેમાં ખૂબ જ ક્ષમતા છે તે બાબત પણ રોમાંચક છે અને અત્યંત નર્વસ પણ અનુભવાય છે. હું હરનાઝને ટોપ ૩માં જાેવા માંગુ છું અને આ સાથે જ તાજ જીતતી વખતે સ્ટેજ પર અને હરનાઝ પર મારુ ગાઉન ચમકતું જાેવા માંગુ છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.