Western Times News

Gujarati News

અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લાખો રૂપિયા લે છે

નવી દિલ્હી, વિશ્વમાં જેટલા લોકો છે તેના કરતા વધુ તેમના શોખ છે. કેટલીક વાર લોકોના શોખ એટલા વિચિત્ર હોય છે કે લોકો તેમના વિશે જાણીને સ્તબ્ધ થઈ જાય છે. આ દિવસોમાં એક મહિલા વિચિત્ર શોખ ધરાવતા પુરુષોનો લાભ લઈને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવા માટે ચર્ચામાં છે.

નવાઈની વાત એ છે કે આ રૂપિયાના બદલામાં તે તેમને કશું આપતી નથી. પુરુષો તેને લાખો રૂપિયા મફતમાં આપે છે જેના દ્વારા તે તેની સુંદરતા જાળવે છે. ડાયમંડ દિવા પ્રિન્સેસ તરીકે પ્રખ્યાત આ મહિલા લાખો રૂપિયા સજાવટમાં ખર્ચ કરે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે મહિલાને આટલા પૈસા ક્યાંથી મળે છે.

હકીકતમાં ડાયમંડ નામની આ સ્ત્રી એક ફિન્ડોમ છે. તમને જણાવી દઈએ કે ફિન ડોમ્સ એવી મહિલાઓ છે જે નાણાકીય ડોમિનેશ તરીકે કામ કરે છે. તે એક પ્રકારનો ક્રેઝ છે જેમાં શ્રીમંત લોકો તેમના પૈસા પર મહિલાઓ હક જમાવે અને તેમની પાસેથી બળજબરીથી પૈસા પડાવે છે. અમીર લોકો એક ફિનડોમ સ્ત્રી પર લાખો રૂપિયા ફૂંકે છે, પરંતુ બદલામાં તેઓ કાં તો તેમની સાથે સંબંધ રાખવા માંગે છે અથવા તો કશું ઇચ્છતા નથી.

અહેવાલ મુજબ, ડાયમંડ આવી જ રીતે ૭ હજાર આજાણ્યા લોકો પોસેથી એકઠાં કર્યા જે તેને માત્ર સુંદર બનતા જાેવા માંગે છે. તે ૨૦૦૪થી તેનું સાચું નામ આપ્યા વિના ફિન્ડોમ તરીકે કામ કરી રહી છે. તે અગાઉ પણ મોડેલ રહી ચૂકી છે. લોકો તેની તુલના અમેરિકન અભિનેત્રી મેર્લિન મુનરો સાથે કરે છે. મહિલા તેમના પૈસા પર હક જમાવે છે અને પોતાને દબાયેલી હોવાની લાગણીનો આનંદ માણે છે. તેના બદલામાં તેઓ ડાયમંડને લાખો રૂપિયા મોકલે છે.

ક્રિસમસની જેમ ડાયમંડ પ્રિન્સેસ નામનો ફેસટિવલ ૧ નવેમ્બરથી ૨ જાન્યુઆરી સુઘી ઉજવણી કરે છે જેમાં પુરુષો તેને ગિફ્ટ આપે છે. તે કહે છે કે લોકોને તેના પર પૈસા ઉડાડવાનો આનંદ આવે છે. મહિલાએ જણાવ્યું હતું કે આ ફેશટીવલ દરમિયાન તે તેના ગ્રાહકો માટે જુદા જુદા દિવસો ઉજવે છે જેમાં તેઓ તેને જુદી જુદી વસ્તુઓ ભેટ આપે છે.

એક વ્યક્તિએ તેને ૧૯ લાખ રૂપિયામાં લાસ વેગાસની સફર સ્પોન્સર કરી હતી. આ ઉપરાંત ડાયમંડ એકલા જ પોતાના ડિનરમાં એક લાખથી વધુ ઉડાવી દે છે અને આ બધા પૈસા તેને કોઈ અજાણ્યા માણસ દ્વારા ચૂકવવામાં આવે છે. તે પુરુષો માટે કિંમતી ડ્રેસમાં સજી ધજેલી જાેવા મળે છે અને તેના સુંદર ફોટા અને વિડિઓઝ પોસ્ટ કરે છે. તેણે સમજાવ્યું કે જ્યારે પુરુષો તેમના પૈસા એવી સ્ત્રી પર ખર્ચ કરે છે જેને તેઓ ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. આ એક પ્રકારનો ક્રેઝ છે. તેણીએ સમજાવ્યું કે તેના સ્લેવ્સ તેને મળવાનો આગ્રહ રાખે છે, તેની સાથે રહેવાની વાત કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.