Western Times News

Gujarati News

મોક્ષ મેળવવા માટે પતિએ પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો

હિસ્સાર, હરિયાણાના હિસ્સાર જિલ્લામાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. એગ્રોહાના નાનગોથાલા ગામમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના ૪ સભ્યોની હત્યા કરી આત્મહત્યા કરી લીધી છે. વિગતો મુજબ ઘરની અંદર પરિવારના ૪ સભ્યોના મૃતદેહ લોહીથી લથબથ મળી આવ્યા હતા. ત્યાં જ ઘરનો માલિક રસ્તા પર પડ્યો હતો. આ કેસની માહિતી મળતા જ ડીઆઇજી બલવાનસિંહ રાણા ઘટના સ્થળે દોડી ગયા હતા. બલવાનસિંહ રાણાનું કહેવું છે કે, મકાન માલિકની લેખિત ડાયરી મળી આવી છે. જેમાં મકાન માલિક ધાર્મિક વૃત્તિનો હોવાનું અને મોક્ષ પ્રાપ્તિ માટે જ તેણે પરિવારના બધા સભ્યની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી હોવાના સંકેત મળે છે.

હિસારના એગ્રોહા પંથકમાં નંગથલા ગામના એક મકાનમાં ચાર લોહીથી લથબથ મૃતદેહો અને અન્ય એક મૃતદેહ ઘરની બહાર પડ્યો હોવાની માહિતી મળી હતી. આ વાત વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ૫ લોકોના મોતના સમાચારથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો હતો. બરવાળા-એગ્રોહા રૂટ પર પડેલા મૃતદેહની ઓળખ રમેશ તરીકે થઈ હતી, જે નંગથલાનો રહેવાસી હતો અને વ્યવસાયે પેન્ટર હતો.

કહેવાય છે કે, રમેશે પહેલા તેની ૩૮ વર્ષીય પત્ની, ૧૧ વર્ષના છોકરા અને ૧૨ વર્ષની પુત્રીઓને કોદાળી જેવા તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યા હતા અને બાદમાં પોતે મુખ્ય રસ્તા પર કારની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે કારની સામે કૂદકો મારતા પહેલા પોતાને વીજ કરંટ લગાવીને પોતાને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો અને અજાણ્યા વાહનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તપાસમાં એક ડાયરી મળી હતી. આ ડાયરી મુજબ કુટુંબના વડા ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા અને આ હત્યાઓ અને આત્મહત્યાઓ મુક્તિ મેળવવાના હેતુથી કરવામાં આવી હોવાનું તારણ છે. રમેશ સંન્યાસી બનવા માંગતો હતો.

પરંતુ તેના પરિવારના દબાણના કારણે તે આવું કરી શક્યો નહીંતે પર્યાવરણપ્રેમી તરીકે પણ ખ્યાતનામ હતો. તેણે ઘરમાં ઘુસી ચૂકેલા સાપ, વીંછી, ઝેરી પ્રાણીઓ અને જંગલી ગરોળીઓને બહાર કાઢી જંગલમાં છોડવાનું કામ કર્યું હતું અને તે માટે તે પૈસા પણ લેતો નહતો. તેણે પર્યાવરણીય સંરક્ષણ માટે પણ કામ કર્યું હતું.

પોલીસ અધિક્ષક બલવાનસિંહ રાણાના જણાવ્યા અનુસાર વિનોદની ડાયરીમાં ખુલાસો થયો હતો કે હવે તેનું મન આ દુનિયામાં લાગતું નહોતું. તેના મતે દુનિયા તેના રહેવા લાયક નથી અને અહીં ઘણા રાક્ષસી લોકો રહે છે. તે દુનિયા છોડવા માંગે છે, પરંતુ તેને ડર છે કે તે ગયા પછી તેની પત્ની અને બાળકોનું શું થશે. તે તેમને ખૂબ પ્રેમ કરતો હતો. તેથી જ તેણે પોતાના બાળકો અને પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરી હતી, જેથી તે મુક્તિ મેળવી શકે. ડીઆઈજી બલવાનસિંહ રાણાના જણાવ્યા અનુસાર આવા લોકોનું કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.