સિદ્ધાર્થ વગર હવે હું કેવી રીતે જીવીશ: શહનાઝ ગીલ
મુંબઈ, લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનાં અચાનક નિધનથી સૌ કોઇ આઘાતમાં છે. સિદ્ધાર્થનાં ગયા બાદ ફેન્સને શહનાઝ ગિલની ચિંતા સતાવી રહી છે. તમામ જાણવાં ઇચ્છે છે કે, એક્ટ્રેસની શું હાલત છે. થોડા સમય પહેલાં જ એક્ટ્રેસનાં પિતાનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે, શહનાઝ ઠીક નથી. તેનાં પિતાનું કહેવું છે કે, કેવી રીતે શહનાઝે રડતા રડતાં કહ્યું કે, ‘પાપા હવે હું કેવી રીતે જીવી શકીશ. એક રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાએ શહનાઝ ગિલની બાથમાં અંતિમ શ્વાસ લીધા છે.
આ વાતથી શહનાઝ આઘાતમાં છે. અને તે આ વાત સહન નથી કરી શકતી તેનાં પિતા સંતોખ સિંહ સુખે ફોન પર વાત કરતાં કહ્યું કે, ‘શહનાઝનો રડી રડીને ખરાબ હાલ થઇ ગયો છે. તેણે મને કહ્યું કે, પાપા તેણે મારા હાથમાં દમ તોડ્યો છે. મારા હાથોમાં તે આ દુનિયા છોડીને ગયો. હવે હું શું કરીશ કેવી રીતે જીવી શકીશ.
શહનાઝ ગિલનાં પિતાએ આખો ઘટનાક્રમ અંગે વાત કરતાં કહ્યું કે, શહનાઝ તેને સવારે ઉઠાડવાં તેનાં રુમમાં ગઇ તો સિદ્ધાર્થે કંઇ જ રિસ્પોન્ડ ન કર્યું. તેણે તેને ખોળામાં લીધો તો પણ સિદ્ધાર્થ તરફથી કોઇ જ રિસ્પોન્ડ ન આવ્યો. પછી તેણે સિદ્ધાર્થની આખી ફેમિલીને બોલાવી જે આસ-પાસમાં જ રહે છે. જે બાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. શહનાઝ કહે છે, તે નથી તો હવે હું કેવી રીતે રહીશ.
આપને જણાવી દઇએ કે, પહેલાં જ સિદ્ધાર્થ અને શહનાઝ ‘બિગ બોઝ ઓટીટી’માં એક સાથે નજર આવ્યાં હતાં. તેણે કરન જાેહરની સાથે મંચ શેર કર્યો હતો. જે બિગ બોસ ઓટીટી’નો હોસ્ટ છે. બંને કલાકાર સીઝન ૧૩માં બિગ બોસનાં ઘરમાં હતાં. ત્યાં જ તેમનાં રિલેશન મજબૂત થયા હતાં.
જાેકે, તેમણે ક્યારેય તેમનાં સંબંધો અંગે જાહેરમાં કોઇ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું ન હતું. સિદ્ધાર્થ અને શહનાઝ સોશિયલ મીડિાય પર ‘સિડનાઝ’થી ઓળખાતા હતાં. તેમની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી હતી. બિગ બોસનાં ઘરમાં બનેલી આ જાેડી હજુ સુધી એક સાથે છે જે તેમનાં પ્રેમનો પુરાવો છે.SSS