Western Times News

Gujarati News

શ્રેયસ દિલ્હી કેપિટલ્સ સાથે જાેડાયો, નેતૃત્વ અંગે સસ્પેન્સ

નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ના ફેઝ-૧માં દિલ્હી કેપિટલ્સ ટીમે રિષભ પંતની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર રહ્યો હતો. પરંતુ હવે તે બીજા ફેઝ માટે ટીમ સાથે જાેડાઈ ગયો છે.

આઈપીએલની બાકી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કોણ કરશે તે સવાલ છે? તેને લઈને સસ્પેન્સ યથાવત છે. હજુ સુધી ટીમ મેનેજમેન્ટે તેની જાહેરાત કરી નથી. પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે જે રીતે પ્રદર્શન કર્યુ છે, તેને જાેતા લાગી રહ્યું છે કે અય્યરને ફરી ટીમની આગેવાની મળવી મુશ્કેલ લાગી રહી છે.

દિલ્હી કેપ્ટનશિપની આગેવાની કરતા અય્યરનો રેકોર્ડ સારો રહ્યો છે. આઈપીએલ ૨૦૨૦માં અય્યરની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અય્યરે ટીમ સાથે જાેડાયા બાદ કહ્યુ- ઈમાનદારીથી કહું તો હું દુનિયામાં સૌથી ટોપ પર હોવાનો અનુભવ કરી રહ્યો છું. આ તે વસ્તુ હતો જેની હું લાંબા સમયથી રાહ જાેઈ રહ્યો હતો. હું ટીમના પ્રેક્ટિસ સેશનની શરૂઆતથી છ દિવસ પહેલા આવ્યો હતો અને મારી પાસે યુનાઇટેડ અરબ અમીરાતની ટીમ વિરુદ્ધ બે સારી મેચ હતી, તેથી હું આ લયને યથાવત રાખવા ઈચ્છુ છું.

તમને જણાવી દઈએ કે પાંચ મહિનાની ઈજા બાદ વાપસી કરી રહેલ અય્યર પ્રેક્ટિસ દરમિયાન કોઈ કસર છોડી રહ્યો નથી. દિલ્હી કેપિટલ્સ ટીમ ૨૧ ઓગસ્ટના દુબઈ પહોંચતા પહેલા તેણે દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ પ્રવીણ આમરેની સાથે એક સપ્તાહ ટ્રેનિંગ કરી હતી. અય્યરે કહ્યુ- બહાર બેસી મારા સાથીઓને રમતા જાેવા મુશ્કેલ હતું. હું ટીવીની સામે બેઠો હતો, દરેક મેચ જાેઈ રહ્યોહતો અને અનુભવ કરી રહ્યો હતો કે હું મેદાન પર હતો, પરંતુ આ ભૂતકાળની વાત છે. મારે તે વિશે ભૂલવુ પડશે અને તે લયને યથાવત રાખવી પડશે, જે ટીમે પહેલા ફેઝ દરમિયાન બનાવી રાખી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.