સીબીઆઈ આત્મહત્યાના એંગલથી સુશાંતની તપાસ કરશે
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈની તપાસનો આજે ૧૩મો દિવસ છે. આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી સહિત કેસ સાથે જોડાયેલા બાકીના તમામ લોકો સાથેની પૂછપરછમાં સીબીઆઈ સમક્ષ અનેક રહસ્ય છતા થયા છે. જોકે હજુ સુધી એક્ટર સુશાંત સિંહના મોતનો કોયડો ઉકેલી નથી શકાયો. રિપોર્ટનું માનીએ તો સીબીઆઈ અધિકારીઓને અત્યાર સુધી સુશાંતની હત્યાનો કોઈ પુરાવો નથી મળ્યો.
તપાસ હજુ પણ ચાલુ છે અને સીબીઆઈ આત્મહત્યાના એંગલ પર તપાસ આગળ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે તેઓ આત્મહત્યાના એંગલ પર ફોકસ કરી રહ્યા છે. તેઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે ક્યાંક તેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ તો નથી બની રહ્યો ને. અત્યાર સુધી સીબીઆઈએ ક્રાઇમ સીનને રી-ક્રિએટ કર્યો, મુંબઈ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની તપાસ કરી અને કેસમાં સંદિગ્ધ તમામ લોકોની પૂછપરછ કરી છે.
ફોરેન્સિક રિપોર્ટ પર તપાસનો આધારકેસમાં એમ્સ ફોરેન્સિક ટીમની તપાસને ખૂબ અગત્યની માનવામાં આવે છે. તેમાં સુશાંતના પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સીના રિપોર્ટ્સ પણ સામેલ છે. મંગળવારે કેસની મુખ્ય આરોપી રિયાના માતા-પિતા સાથે સીબીઆઈએ પૂછપરછ કરી હતી. ડ્રગ્સ એન્ગલની તપાસ માટે બુધવારે ઈડી ગૌરવ આર્યાને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. આ દરમિયાન નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પણ આ કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ કરી રહી છે.
એક રિપોર્ટ મુજબ, રિયાના ભાઈ શૈવિક ચક્રવર્તી એક ડ્રગ સપ્લાયરની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટતી જાણવા મળ્યું છે કે શૌવિકે પોતાના પિતા માટે કેટલીક ડ્રગ માંગી હતી. કથિત રીતે ચેટથી જાણવા મળે છે કે ઈન્દ્રજીતને પોતાના બાળકોની આદતો વિશે જાણ હતી. ત્યાં સુધી કે ઈન્દ્રજીત પોતે પણ ડ્રગ લેતી હતી. સીબીઆઈએ રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી સાથે ખાસ આ ચેટ વિશે પૂછ્યું હતું.SSS