સુપર ડાન્સરમાં શિલ્પા શેટ્ટીની જગ્યા મલાઈકા લેશે
મુંબઈ: ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’નો સેટ ગયા અઠવાડિયે દમણમાં રિલોકેટ કરવામાં આવ્યો હતો. જજ શિલ્પા શેટ્ટી અને અનુરાગ બાસુ પર્સનલ કમિટમેન્ટના કારણે કેટલાક અઠવાડિયા માટે શોમાંથી બહાર રહ્યા હતા. ગયા અઠવાડિયે રેમો અને ફરાહ ખાને તેમની જગ્યા લીધી હતી અને મુંબઈથી શૂટિંગ કર્યું હતું. રિલોકેશન બાદ, જાે કે અનુરાગ બાસુ જજ તરીકે પરત ફર્યા છે, પરંતુ શિલ્પા શેટ્ટીને પરત આવવામાં થોડો સમય લાગશે. તેથી, શોના મેકર્સે શિલ્પા શેટ્ટીની જગ્યાએ મલાઈકા અરોરાને ગેસ્ટ જજ તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે. આ વિશે વાત કરતાં પ્રોડ્યૂસર રણજીત ઠાકુરે કહ્યું, ‘શિલ્પા શેટ્ટી કેટલાક અઠવાડિયા માટે શો જજ કરવા માટે ઉપલબ્ધ નથી.
તેથી, અમે મલાઈકા અરોરાને તેની જગ્યાએ લાવ્યા છીએ. અપકમિંગ એપિસોડમાં ટેરેન્સ લૂઈઝ પણ તેમને જાેઈન કરશે’. દમણમાં શૂટિંગ કરવા અંગે રણજીતે કહ્યું કે, ‘આખી ટીમ અહીંયા છે અને નિયમિત દરેકનો ટેસ્ટ કરવામાં આવે છે. અમે તમામ સાવચેતી પણ રાખી રહ્યા છીએ. જ્યારે જજ મુંબઈથી દમણ ટ્રાવેલિંગ કરે છે ત્યારે શૂટિંગ કરતાં પહેલા તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. આ કપરો સમય છે અને અમે ઓછા લોકો સાથે કામ કરી રહ્યા છીએ. સુપર ડાન્સર ચેપ્ટર ૪’ એ ડાન્સ રિયાલિટી શો છે,
જેમાં દેશભરના ટેલેન્ટેડ બાળકો ભાગ લે છે. ટેરેન્સે કહ્યું કે, ‘સેટ પર પાછા ફરવું અને શો જજ કરવો રસપ્રદ રહેશે. મહામારીની સ્થિતિમાં બાળકો સારું કરી રહ્યા છે અને આખી ટીમ આ સ્થિતિમાં સારું કામ કરી રહી છે’. મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાતા ઘણા ટીવી શોના સેટ રાજ્ય બહાર રિલોકેટ કરવામાં આવ્યા છે. સુપર ડાન્સર અને ઈન્ડિયન આઈડલનું દમણમાં શૂટિંગ થઈ રહ્યું છે જ્યારે ડાન્સ દીવાનેની ટીમ બેંગ્લોરમાં છે. ઈન્ડિયન આઈડલમાં પણ ગત એપિસોડમાં નેહા કક્કડ, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયાની ગેરહાજરી જાેવા મળી હતી.
તેના બદલે અનુ મલિક અને મનોજ મુનતાશીરે શો જજ કર્યો હતો. જાે કે, શોના ત્રણેય મૂળ જજ પાછા ઉર્યા છે. આ વખતના એપિસોડમાં સુખવિંદર સિંહ પણ જાેવા મળશે તેવી ચર્ચા છે. તો બીજી તરફ, માધુરી દીક્ષિત પણ થોડા અઠવાડિયા બાદ ડાન્સ દીવાનેનું શૂટિંગ શરુ કરશે.