સુરતના યુવાને દારુની પાર્ટી સાથે બર્થ-ડેની ઉજવણી કરી
સુરત: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. લોકોનાં સતત થઈ રહેલા મોત વચ્ચે શહેરમાં શોકનો માહોલ છે. આ સમયે સુરતના એક યુવાને આવી કપરી પરિસ્થિતિમાં પોતાના મિત્રો સાથે ફાર્મહાઉસ ભાડે રાખીને જન્મ દિવસની ફટાકડા ફોડી ઉજાણી કરતા વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. શહેરમાં એક તરફ સતત ચિતાઓ બળી રહી છે ત્યારે આ પ્રકારનો વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરી છે
તે પણ જાેવું રહ્યું. વાયરલ થયેલા વીડિયોમાં દારૂની બોટલો પણ જાેવા મળે છે. સુરતમાં કોરોનાને લઇને હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે, બેડ નથી મળી રહ્યા. લોકો ઇન્જેક્શનો માટે લાઇનો લગાવે છે. શહેરમાં કોરોનાથી સતત મોત થઈ રહ્યા છે. અનેક પરિવારમાં શોકનો માહોલ છે. દર્દીઓના જીવ બચાવવા માટે ઑક્સિજન પણ નથી મળી રહ્યો.
આવા કપરા સમયે લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે. આ જ સમયે સુરતઆ એક યુવાને એવું કાર્ય કર્યું છે જેનાથી લોકો તેના પર રોષ કાઢી રહ્યા છે. સુરતના પાંડેસરા ખાતે રહેતા એક યુવાનનો જન્મ દિવસ હોવાથી તેણે આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના મિત્રો સાથે સુરતના કામરેજ ખાતે એક ફાર્મહાઉસ ભાડે રાખીને પોતાનો જન્મદિવસની ભવ્ય ઉજાણી કરી હતી.
ઉજાણી કરવાની સાથે સાથે તેણે ફટાકડા ફોડીને આ જન્મ દિવસ ધૂમધામથી ઉજવ્યો હતો. ટેબલ પર જે રીતે કેકે મૂકીને કાપવામાં આવી હતી ત્યાં દારૂની બે બોટલ પણ જાેવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. જે બાદમાં લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે કોરોનાના કપરા કાળમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે
શહેર આખું શોક અને ચિંતામાં છે, લોકો એકબીજાના સહાનુભૂતિ આપી રહ્યા છે ત્યારે આવી રીતે ઉજાવી કરવી કેટલું યોગ્ય છે? આ વીડિયો વાયરલ થયા બાદ રીતસરની લોકોની લાગણી દુભાઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ત્યારે પોલીસ આ યુવાન વિરુદ્ધ ક્યા પ્રકરની કાર્યવાહી કરે છે તે જાેવાનું રહ્યું. હાલ આ વીડિયોને લઈને લોકોમાં રોષ ચરમસીમા પર છે.