Western Times News

Gujarati News

અન્ય રાજ્યોમાં લોકડાઉન થતાં કાપડ ઉદ્યોગને ફટકો

Files Photo

સુરત: દર વર્ષે એપ્રિલ મહિનામાં, શહેરના કાપડના વેપારી સૌમિલ શાહ અન્ય રાજ્યોમાંથી આવેલા ઓર્ડર હેન્ડલ કરવામાં અને લગ્નની સિઝન પહેલા દેશના જુદા-જુદા ભાગમાં સમયસર પાર્સલ મોકલવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ આ વર્ષે, ગુજરાતમાં લોકડાઉન ન હોવા છતાં શાહનો ધંધો ૧૦ ટકા ઓછો થઈ ગયો છે. ન્યૂ અંબાજી માર્કેટમાં ધંધો ચલાવતા સૌમિલ શાહ, એકલા એવા વેપારી નથી જેઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યો તેમજ ગુજરાતના કેટલાક શહેરોમાં લાગુ કરવામાં આવેલા સ્વયંભૂ લોકડાઉનના કારણે સુરતના કાપડ વેપારમાં મંદી જાેવા મળી રહી છે.

માર્ચ, એપ્રિલ અને મે એવા મહિનાઓ છે જ્યારે અમારે સૌથી વધારે ધંધો થાય છે કારણ કે લગ્નની સીઝનના લીધે અમને અન્ય રાજ્યોમાંથી ઓર્ડર મળે છે. ગયા વર્ષે લોકડાઉનના કારણે ધંધો થયો નહોતો, પરંતુ તહેવારની સીઝનમાં અમે રિકવર કરી લીધું હતું અને આશા હતી કે ૨૦૨૧નું વર્ષ સારુ રહેશે. પરંતુ હવે અમારા ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે, તેમ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. સામાન્ય રીતે અમે ઓર્ડર તૈયાર કરવામાં અને તેને ડિસ્પેચ કરવામાં ૧૫થી ૨૦ દિવસનો સમય લઈએ છીએ.

પરંતુ, તે સમયગાળા દરમિયાન, રાજ્યોમાંથી કે જ્યાંથી અમને ઓર્ડર મળ્યા હતા ત્યાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી. તેથી, વેપારીએ આખો ઓર્ડર કેન્સલ કર્યો અને અમે લાચાર પરિસ્થિતિમાં મૂકાયા’, તેમ શાહે ઉમેર્યું હતું. એક તરફ વેપારીઓના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાન્સપોર્ટરોએ પણ બૂકિંગ કરવાનું બંધ કરી દીધું છે. મહામારી પહેલા નિયમિત કાપડના માલથી ભરેલા ૪૦૦ જેટલા ટ્રક સુરત બહાર જતા હતા, જેની સંખ્યા હવે ઘટીને ૭૦થી ૮૦ ટ્રક થઈ ગઈ છે. જાે સુરતના વેપારીઓ માલ ડિસ્પેચ કરવા માગે તો પણ અમારા માટે બૂકિંગ કરવું મુશ્કેલ છે કારણ કે, અન્ય રાજ્યોના ગોડાઉન ભરાઈ ગયા છે અને વધુ પાર્સલ સમાડવા માટેની જગ્યા નથી’,

તેમ સુરત ટેક્સટાઈલ ગુડ્‌સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસાલેએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘રાજ્ય સરકારે લાગુ કરેલા લોકડાઉન અથવા સ્વયંભૂ લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં માર્કેટ બંધ છે, વેપારીઓ અમારા ગોડાઉનમાંથી માલ લઈ રહ્યા નથી. કોવિડ-૧૯ની ભયંકર પરિસ્થિતિને જાેતા, ખૂબ જ જલ્દી રિકવરી થઈ જશે તેવી ઈન્ડસ્ટ્રીને આશા છે. ‘ગયા વર્ષે અમે આશરે ૧૫ હજાર કરોડનું નુકસાન વેઠ્‌યુ હતું. આ વર્ષે અમે ફરીથી તે સ્થિતિમાં છીએ. જ્યાં અમારી પ્રોડક્ટ વેચાતી હતી તે રાજ્યોમાં કેસો હજુ વધી રહ્યા છે. તેથી, સપ્ટેમ્બર પહેલા રિકવરી થાય તેવી અમને આશા નથી,

તેમ જનરલ સેક્રેટરી ચંપાલાલ બોથરાએ કહ્યું હતું. ગયા અઠવાડિયે, ધંધાના આગેવાનો સાથે સીએમ વિજય રુપાણીની વર્ચ્યુઅલ મીટિંગ બાદ, એફઓએસટીટીએએ સીએમને પત્ર લખીને અઠવાડિયાનું લોકડાઉન કરવાની વિનંતી કરી હતી. સરકારે કોઈ લોકડાઉન જાહેર કર્યું નથી, પરંતુ છેલ્લા ત્રણ અઠવાડિયાથી અમે વીકએન્ડમાં અમારો ધંધો બંધ રાખીએ છીએ’, તેમ અગ્રવાલે જણાવ્યું હતું. જાે, કોવિડ-૧૯ના કેસ વધતા રહેશે તો, એસોસિએશન વીકએન્ડ લોકડાઉન આવતા મહિના સુધી લંબાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.